હળવદમાં વેપારીઓ સાથે રૂ.૩.૬૧ કરોડની છેતરપીંડી મામલે માર્કેટ યાર્ડમાં આજથી હડતાલ

- text


આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી હરરાજી બંધ રહેશે

હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ સાથે ચાર શખ્સોએ રૂ.૩.૬૧ કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ બાદ ગઈકાલે મામલતદાર કચેરી, પોલીસ મથકે, તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને આવેદનપત્ર આપી સાંજ સુધીમાં આરોપીઓને ઝડપી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ આરોપી ન ઝડપાતા આજથી વેપારીઓ દ્વારા આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અનિચ્છીતકાલીન હડતાળ ઉપર ઉતર્યા છે. જેના કારણે માર્કેટયાર્ડની હરરાજી ઠપ્પ થઈ છે.

હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ સાથે રૂ.૩.૬૧ કરોડની છેતરપીંડી થઈ હોવાની હળવદ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોધાઈ છે ત્યારે ગઈકાલે મામલતદાર કચેરી, પોલીસ મથકે, તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને આવેદનપત્ર આપી સાંજ સુધીમાં આરોપીઓને ઝડપી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ આરોપી ન ઝડપાતા આજે વેપારીઓ દ્વારા આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અનિચ્છીતકાલીન હડતાળ ઉપર ઉતર્યા છે. જેના કારણે માર્કેટીંગમાં આવતા ખેડૂતો પોતાની જણસ લઈને પાછા ફર્યા હતા.

- text

હળવદ માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી ૬૯ પેઢીઓના વેપારીઓ સાથે અંદાજે ૩ માસ અગાઉ એરંડા, જીરૂ, ચણા, ધાણા સહિતના ખેતી પાકો યાર્ડના એક વેપારી સહિત ચાર શખ્સોએ ખરીદી કરેલ હોઈ જેની રકમ આજ સુધી માર્કેટીંગ યાર્ડના વેપારીઓને નહીં અપાતા આખરે પ્રજાપતિ ટ્રેડીંગ નામની પેઢીના માલિક મનસુખભાઈ ઓગડભાઈ પ્રજાપતિએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અશોકભાઈ ગાંડાલાલ બાપોદરીયા, નવીનચંદ્ર રાયચંદ્ર દક્ષીણિ, ધ્રુવકુમાર નવીનચંદ્ર દક્ષીણી અને રાજુભાઈ કાંતિભાઈ સહિત ચાર શખ્સો સામે ૩,૬૧, ૧ર,પ૯૮ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ આરોપીઓ ન ઝડપાતા ગઈકાલે વેપારીઓ દ્વારા મામલતદાર કચેરી, પોલીસ મથકે, તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને આવેદનપત્ર આપી સાંજ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ આરોપીઓ નહીં ઝડપાતા આજે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે. સાથે આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી યાર્ડની હરરાજીથી અડગા રહેવાનું જણાવ્યું હતું.

આ અંગે મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે હળવદ યાર્ડમાં થયેલ છેતરપીંડી બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેના સઘન પુરાવા એકઠા કરી આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાશે.

- text