મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા વિરજી ઠુમરના વિરોધમાં આશ્ચર્ય જનક કાર્યક્રમ

- text


પૂતળાને જોડાનો હાર પહેરાવી મો કાળું કરી વિરોધ કરાયો

મોરબી : કોંગ્રેસના વિરજી ઠુમ્મરે પોતાના ભાષણમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પર અભદ્ર ટિપ્પણી બદલ મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે કોંગ્રેસના વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિશે કરેલી ટીપ્પણીના વિરોધમાં મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા વિરજી ઠુમ્મરના પૂતળાને જુતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને મો પણ કાળું કરવામાં આવ્યું હતું.

- text

આ તકે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ મંજુલાબેન દેત્રોજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વીરજી ઠુમ્મરે પોતાની હલ્કી માનસિક્તા છતી કરી છે સાથે સાથે ફરી એક વખત કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવ્યો છે. આવો ભાષાપ્રયોગ એ કોંગ્રેસના હલ્કા સંસ્કારોનું પ્રતિબિંબ છે. હારની હતાશામાં કોંગ્રેસ હવે સાવ નીચલી કક્ષાની રાજનીતી પર ઉતરી આવી છે. કોંગ્રેસે આ બાબતે જાહેરમાં જીતુભાઈ વાઘાણીની માફી માંગવી જોઈએ તેમ જણાવી આ ઘટનાને સખ્ત રીતે વખોડી હતી.

- text