પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ : બે મિત્રોએ રસ્તા પર મળેલી એક લાખ રૂપિયા ભરેલી થેલી ખેડૂતને પરત કરી

- text


મોરબી : આજના સમયમાં પ્રામાણિક લોકોની સુવાસના કારણે જ માનવતા મહેકી રહી છે. ત્યારે આવી જ પ્રામાણિકતાનુ ઉતમ ઉદાહરણ પુરુ પાડતી ઘટના સામે આવી છે. જેમાં બે મિત્રોને રસ્તામાં એક લાખ રૂપિયા ભરેલી થેલી મળ્યા બાદ બંને મિત્રોએ આ બેગના મૂળ મલિક ખેડૂતને શોધી તેમને તેમની પરસેવાની મહામૂલી કમાણીની રકમ પરત કરી પ્રમાણિકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

આ અંગેની મળતી વિગતો મુજબ પીપળીયા ચારરસ્તા (તા.જી.મોરબી)ની પાસે નવલખી રોડ ઉપર ખીરસરા ગામના નારણભાઈ સવાભાઈ ગોગરા પોતાનુ બાઈક લઈને દેનાબેંક પીપળીયા શાખા ખાતે પાકધીરાણની લોન ભરપાઈ કરવા જતી વેળાએ પોતાની એક લાખ રૂપિયા ભરેલી થેલી નવલખી રોડ ઉપર ભુલથી પડી ગઈ હતી. આ દરમિયાન ખેડૂતની પરસેવાની કમાણીના રૂ 1,00,000 રોકડ સાથેની થેલી આ રસ્તા પર કામ સબબ નીકળેલા આહિર બળદેવ જસાભાઈ રહે મોટીબરાર અને તેના સાથી મીત્ર આહિર ધર્મેન્દ્ર સુખાભાઈ રહે મોટાદહિંસરાને રસ્તા પર મળી આવી હતી. બને યુવાન મિત્રોએ થેલી ચેક કરતા તેમાં એક લાખની રોકડ અને ખેડૂતના ડોકયુમેન્ટ મળી આવ્યા હતા. જેથી આ બંને યુવાનોએ પળવારનો પણ વિલંબ કર્યા વગર થેલી અંદર રહેલા ડોક્યુમેન્ટના આધારે થેલીના માલિકનો સંપર્ક કરી તેમની ખરાઈ કરીને મુળ માલીકને રૂ. એક લાખની રોકડ ભરેલી થેલી પરત કરી હતી. ખેડૂતના પરસેવાની મહામુલી કમાણીની રકમ જયારે તેના મૂળ માલિકને આ યુવાનોએ પરત કરી ત્યારે ખેડૂત ભાવવિભોર બની ગયા હતા. આમ આ બંને આહીર યુવાનોએ પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

 

- text