મોરબી : હનીટ્રેપ કેસમાં પોલીસે યુવતીને ઝડપી લીઘી

- text


અગાવ ઝડપાયેલા પોલીસ કર્મી સહીત બન્ને આરોપી 2 દિવસ રિમાન્ડ પર

મોરબી : મોરબીના એક યુવાનને યુવતી પાસે  ફોન કરાવી મળવા માટે  બાયપાસ પાસે બોલવી એક પોલીસ કર્મીની મદદથી યુવકનું અપહરણ કરવાની ઘટનામાં પોલીસે યુવતીને ઝડપી લીધી હતી અને કોર્ટમાં રજૂ કરી હતી કોર્ટે યુવતીને જેલહવાલે કરવા આદેશ કર્યો હતો.જયારે રવિવારે ઝડપાયેલ પોલીસ કર્મી અને અન્ય એક આરોપીને 2 દીવસના રિમાન્ડ પર મોકલી દીધા હતા.

- text

આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ ન્યૂ ચંદ્રેશ નગરમાં રહેતા સતીશપટેલ નામના યુવાનને ફોન કરી સ્નેહા નામની યુવતીએ મળવા બોલાવ્યા બાદ વાંકાનેરના પોલીસ કર્મી કિશોર તેજા હુંબલ અને મનોજ બોરીચા અને અન્ય એક શખ્સે સતીશનું કારમાં અપહરણ કરી માર મારીરૂ 80,000 ની લૂંટ ચલાવવાની ઘટનામાં તાલુકા પોલીસના પીએસઆઇ જાડેજા અને સ્ટાફે રવિવારે પોલીસ કર્મી કિશોર હુંબલ,મનોજ બોરીચા ને ઝડપી લીધા હતા. અને આ કેસમાં આજે યુવતી સ્નેહા ઉર્ફે ઉર્વીશા રમેશભાઈ ચૌહાણ(ઉ.21)રહે. વાઘપરા,મોરબી ને ઝડપી લીધી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી મેજિસ્ટ્રેટે યુવતીને જેલ હવાલે કરવા આદેશ કર્યો  હતો અગાવ પકડાઈ ગયેલા પોલીસ કર્મી સહિતના બન્ને આરોપી ને 2 દિવસના રિમાન્ડ પર મોકલવા આદેશ કર્યો હતો. પોલીસે ઘટનામાં વપરાયેલ કાર મોબાઈલ તેમજ લૂંટ ચલાવેલ રૂ 80,000 મુદામાલ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

 

 

- text