મોરબી જિલ્લા ક્રાઇમ ડાયરી (27-05-18)

(1) વાંકાનેરના વરડૂસરમાં સામાન્ય બાબતે મારામારી

વાંકાનેર : વાંકાનેરના વરડૂસર ગામે મોટર સાયકલ ભટકવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પોલીસ દફ્તરેથી જાણવા મળ્યા મુજબ ફરિયાદી મેડલભાઈ દેવાભાઈ નંદાસીયા ઉવ-૨૧ રહે- વરડુસર તા-વાંકાને વાળા દરણું મુકવા જતા હતા ત્યારે છોકરો પડી જવા મામલે (૧) ભરત કરશનભાઈ (૨) નરેશ વિભા (૩) મેરા હકા (૪) રામ મસા (૫) રતાભાઈ કરશન રહે- બધા વરડુસર તા-વાંકાનેર વાળાએ બોલાચાલી કરી સાહેદ તથા ફરી.ને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી એકબીજાએ ગુન્હામા મદદગારી કરી મ્હે.જીલ્લા મેજી.સા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ નોંધાવી હતી.


(2) માળીયાના વેજલપુરમાં મારામારી

માળીયા : માળીયાના વેજલપુર ગામમાં બે શખ્સોએ દાદાગીરી આચરી દંપતી પર હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ બાબુભાઇ વિઠૃલભાઇ ગડેસીયા ઉવ.૫૫ ધંધો.મજુરી રહે. વેજલપર તા-માળીયા.મી વાળાના ઘેર જઈ(૧) વિનોદભાઇ લાલજીભાઇ ઝિઝુવાડીયા (૨) ડકુભાઇ ઘોઘજીભાઇ ગડેસીયા રહે-બંને વેજલપર વાળાઓએ ભુડી ગાળો બોલી છરી બતાવી ફરીયાદી ના પત્ની ને ઢીકાપાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી એકબીજા ને ગુંન્હમાં મદદગારી કરી ગુનો આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે માળીયા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


(3) હળવદના મિયાણીમાં એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ

હળવદ : હળવદના મિયાણી ગામે ટ્રેકટર ચલાવવા બાબતનો ખાર રાખી બે શખ્સોએ અનુસૂચિત જાતિના યુવાનને જાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ ફરિયાદી રમેશભાઇ ચંદુભાઇ વાલાસણીયા ઉ.વ.૩૬ રહે મીયાણી તા.હળવદ જી.મોરબી વાળાને આ કામના આરોપીઓ (૧) કાળુભાઇ દીલીપભાઇ કુરીયા (૨) વીપુલભાઇ દીલીપભાઇ કુરીયા (૩)દીલીપભાઇ વેલજીભાઇ કુરીયા રહે બધા મીયાણી તા.હળવદ જી.મોરબી વાળાઓએ અગાઉ ટ્રેકટર ચલાવવા બાબતેનો ખાર રાખી આ કામના ફરી.અનુ.જાતીના હોવાનું જાણતા હોય તેમ છતા ફરી.ને ગાળો આપી આરોપી નં.(૧)નાએ ફરી.ને માથાના ભાગે ધોકો મારી ઇજા કરી તેમજ આરોપી નં.(૨)નાએ ફરી.ને છરી બતાવી તથા આરોપીનં.(૩)નાએ લોખંડનો પાઇપ બતાવી ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુન્હામાં એકબીજાએ મદદગારી કરી મ્હે.જીલ્લા મેજી.સા.મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ ગુન્હો કરતા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.