મોરબીમાં સસરાને લમધારતો જમાઈ

- text


મોરબી : મોરબીમાં રિસામણે ગયેલી પત્ની પાસેથી પુત્રીનો કબજો લેવા ગયેલ જમાઈએ સસરાને લમધારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ ફરિયાદી કરશનભાઇ પોપટભાઇ ચાવડા ઉવ- ૪૫ રહે. રોહીદાસપરા મોરબી વાળાને આરોપી (૧) ભાવેશભાઇ મંગાભાઇ ચૌહાણ ઉવ- ૨૬ રહે. વિજયનગર વીશીપરા મોરબી તથા (૨) જયેશભાઇ રવજીભાઇ ચૌહાણ રહે. વિજયનગર વીશીપરા મોરબી વાળા તેની પુત્રીને લેવા માટે ફરીયાદીના ઘરે જઇ આરોપી નં – ૧ ની પુત્રી તેને નહી આપતા આરોપી નં – ૧ નાએ ફરીયાદીને પાઇપ વડે કપાળે માર મરી તથા આરોપી નં – ૨ એ નળીયાના કટકાથી ફરીયાદીને માથામા મારી સામાન્ય ઇજા કરી ભુંડા બોલી ગાળૉ આપી ફરીયાદીના ઘરનો પંખો તોડી નાખી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો કરતા આ મામલે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- text