મધર્સ ડે : માતાએ પોતાની કિડની આપી પુત્રને નવજીવન આપ્યું

- text


પુત્રની બંને કિડની ફેઈલ થઈ જતા તેની માતાએ પોતાની કિડની આપી વ્હાલસોયાને મોતની કાળી છાયામાંથી ઉગારી લીધો

મોરબી : આજે 13 મેં એટલે મધર્સ ડે..ત્યારે માં તે માં બીજા વગડાના વા આ ઉક્તિને સાર્થક કરતો મોરબી નો કિસ્સો જોઈએ..જેમાં પુત્રની બંને કિડની ફેલ થઇ જતાં તેની માતાએ આગળ આવી અને પુત્રને એક કિડની આપી હતી. માતાએ પોતાની કિડની આપીને તેના વહાલસોયા પુત્રને મૃત્યુની કાળી છાયામાંથી ઉગારીને નવજીવન આપ્યું હતું.

મોરબીના સામાકાંઠા આવેલા સો ઓરડી મેઇન રોડ રામદેવપીરના મંદિર નજીક રહેતા મણીબેન મૂળજીભાઈ મૂછડીયા ઉ.વ.૪૯ ને બે પુત્ર અને ત્રણ પુત્રીઓ એમ કુલ પાંચ સંતાનો છે તેઓએ મજુરી કામ કરી પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવી-ગણાવીને તેઓના ધામધૂમથી લગ્ન કર્યા હતા. સાધારણ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં મણીબેન અને તેમનો પરિવાર રાજીખુશીથી જીવન વિતાવતા હતા. એવામાં તેમની ખુશી ને જાણે કોઈની નજર લાગી ગઇ હોય તેમ ૨૦૧૬માં અણધારી આફત આવી પડી હતી મોટા પુત્ર વિજયભાઈને વર્ષ ૨૦૧૬ના પ્રથમ માસમાં બ્લડપ્રેશરની વધુ તકલીફ રહેતી હોવાથી એ વખતે તેમને તબીબી નિદાન કરાવ્યું હતું.

- text

નિદાન વખતેના રિપોર્ટમાં વિજયભાઈની બંને કિડની ફેઈલ હોવાનું જાહેર થતા પુત્રની સાથે માતાના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી.પોતાના જીવથી પણ વધુ વ્હાલા પુત્રને બચાવવા માટે માતાએ પોતાની જિંદગીનો વિચાર કર્યા વગર પોતાની એક કીડની દાનમાં આપવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. હાલ માતાની કિડનીથી પુત્ર નોર્મલ લાઇફ જીવે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે માતા એક કિડની પર જીવતા હોવા છતા પરિવારને મદદરૂપ થવા માટે હજુ મજૂરી કામ કરે છે. માતાને કોઈ ફરિયાદ ને બદલે મનમાં એ બાબતનો રાજીપો છે કે તેમના પુત્ર નુ જીવન બચી ગયું.

- text