ટંકારાના નાના ખીજડિયા ગામના ખેડૂતોમાં કપાસના વીમા મુદ્દે અસંતોષની લાગણી

- text


કપાસનો માત્ર ૨૧ ટકા ૯ પોઇન્ટ વીમો જ અપાયો : ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવવાની ખેડૂતોની માંગ

મોરબી : ટંકારાના નાના ખીજડિયા ગામના ખેડૂતોને સરકારે કપાસનો ૨૧.૯ ટકા વીમો આપ્યો છે. જેને લઈને ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ બાબતે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવીને ન્યાય આપવાની ખેડૂતોએ માંગણી કરી છે.

ટંકારા તાલુકાને વર્ષ ૨૦૧૬-૧૭માં અર્ધ અછત જાહેર કરવામાં આવ્યો હતો. ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે ઓછો વરસાદ થવાના કારણે મગફળી તથા કપાસનો પાક નિષ્ફળ થયો હતો. સરકારે મગફળીનો ૫૮.૫ ટકા જ્યારે કપાસનો ૨૧.૯ ટકાવીમો આપવામાં આવ્યો છે.

- text

નાના ખીજડિયા ગામના ખેડૂતોએ એસ.બી.આઈ. માંથી ધિરાણ મેળવ્યું હતું. આ ખેડૂતોને કપાસનો માત્ર ૨૧.૯ ટકા વીમો આપવામાં આવ્યો હોવાથી અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોએ ન્યાયની માંગણી સાથે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે.

 

- text