૫૦૦ ચો.મી. અથવા ૮ દુકાન કે મકાનના બાંધકામ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત : ચીફ ઓફિસર સરૈયા

- text


મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ચેરમેને એન્જીનિયર, આર્કિટેક અને બિલ્ડરો સાથે બેઠક યોજી

મોરબી : મોરબી નગરપાલિકા કચેરીએ માન્યતા પ્રાપ્ત એન્જીનિયરો, આર્કિટેક અને બિલ્ડરો સાથે ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ચેરમેનની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અધિકારીઓએ એન્જીનીયરો, બિલ્ડરો અને આર્કિટેકને માર્ગદર્શન આપ્યું હતું. અને તેઓની રજુઆત સાંભળી યોગ્ય કરવાના પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.

બેઠકમાં ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે ૫૦૦ ચો.મીટર અથવા ૮ દુકાન કે મકાનના બાંધકામ માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. હવે આ પ્રકારના બાંધકામ રજીસ્ટ્રેશન વગર થશે તો તેને લાલબત્તી બતાવવામાં આવશે. ઉપરાંત મંગળવારથી ટિમો દ્વારા આ અંગે ચેકીંગ પણ હાથ ધરાશે. બાંધકામ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઇન થઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા ૨૪ કલાકમાં બાંધકામને મંજૂરી આપી દેવામાં આવશે.

- text

આ બેઠકમાં એન્જીનિયરો, આર્કિટેક અને બિલ્ડરોએ કોમન જીડીસીઆર મુજબ જ કામગીરી કરી અને એફએસઆઈ તેમજ બાંધકામના નિયમોનું તેઓ ચુસ્તપણે પાલન કરશે તેમ જણાવ્યું હતું. બેઠકમાં અધિકારીઓએ ઓનલાઇન બાંધકામ પરમિશન લેવા અંગેની વિસ્તૃત સમજણ આપી હતી. સાથે રેરા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

એન્જીનિયરો, આર્કિટેક અને બિલ્ડરો દ્વારા અધિકારીઓને રાજુઆતો પણ કરવામાં આવી હતી. જેમાં એક રજુઆત એવી હતી કે નવો ડીપી બનાવવામાં આવે તો તેમાં રિંગ રોડને સમાવવામાં આવે જેથી શહેરની બહાર નીકળવામાં લોકોને સરળતા રહે. આર્કિટેકની રજુઆત એવી હતી કે નવા બાંધકામો અટકાવવા જરૂરી છે. તે દિશામાં તંત્રએ વિશેષ કાળજી રાખવી જોઈએ. રાજુઆતો સાંભળી અધિકારીઓએ યોગ્ય કરવાના પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.

બેઠકમાં ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, ટાઉન પ્લાનીંગ ચેરમેન, બિલ્ડર એસોસીએશનના પ્રમુખ શામજીભાઈ તેમજ ૩૦ જેટલા આર્કિટેક અને એન્જીનીયરો અને ૮ બિલ્ડરોની ઉપસ્થિતિ રહી હતી.

- text