હળવદ માર્કેટ યાર્ડમાં ૧૩ હજાર મણ વરિયાળીની ધોમ આવક

- text


હળવદ : આધુનિક ખેતી પધ્ધતિથી વિવિધ પાકો અને તેના ઉત્પાદનમાં રાજ્ય ભરમાં મોખરાનું સ્થાન ધરાવતો હળવદ તાલુકો ખેતીક્ષેત્રે અગ્રેસર છે. હળવદની પહેલા કપાસ ત્યારબાદ જીરૂ અને હવે વરિયાળીની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઈ રહી છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતા વરિયાળીના રોજબરોજના ૧૩ હજાર મણના જથ્થા પૈકી અમુક જથ્થો વેપારીઓ દ્વારા પ્રોટેક્ટ મશીન દ્વારા સાફ કરી તેનું પેકિંગ વિદેશમાં સપ્લાય કરી રહ્યા છે.

- text

ઝાલાવાડમાં પાછલા ચાર વર્ષમાં વરિયાળી વાવેતરના આંકડા મુજબ ચાલુ વર્ષે હળવદ પંથકમાં વધુ વાવેતર વરિયાળીની ચાર હેકટરમાં નોંધાયો છે. પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરિયાળીનું વાવેતર થયું છે ત્યારે સામાન્ય રીતે પાછલા પાંચ વર્ષ કરતાં ચાલુ વર્ષે વરિયાળીના પાકનું વાવેતર વધુ થયું છે. ઝાલાવાડમાં સૌથી મોટા ગણાતા હળવદ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે વરિયાળીના પાકની ધોમ આવક થઈ છે ત્યારે આજે હળવદ માર્કેટિગ યાર્ડમાં ૧૩ હજાર મણની આવક નોધાઇ છે. જેના ભાવ ૧૦૫૦થી ૧૨૯૯ સુધી પહોંચતા ખેડૂતોમાં આનદની લાગણી છવાઈ ગઈ છે. સામાન્ય રીતે વરિયાળી રાજકોટ, ઊંઝા જેવા પીઠામાં વેચાણ અર્થે જાય છે પરંતુ સારી ગુણવત્તાની વરિયાળીનું પ્રોટેકશ મશીનમાં સાફ થયા બાદ તેનું એક કિલોના પેકીંગ સાથે વિદેશમાં પણ હળવદ યાર્ડ મોખરે રહીને નિકાસ કરી રહ્યું છે.
હળવદ પંથકના ખેડૂતોની કોઠાસૂઝના ઉત્પાદનમાં પહેલા કપાસ ત્યારબાદ જીરૂ, રાયડો, એરંડા અને હવે વરિયાળીએ મેદાન મારતા હળવદની વરિયાળી અન્ય રાજય ઉપરાંત વિદેશમાં પણ સુવાસ ફેલાઈ છે.
આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલે જણાવ્યું કે, ગઈકાલે વરિયાળીના ભાવ ૧૦૫૦થી ૧૨૯૯ પહોંચતા ઉંચા ભાવોની હરરાજી થતાં ખેડૂતોમાં હરખ છવાયો હતો તેમજ સોમવારે વરિયાળીની હળવદ યાર્ડમાં ૧૩ હજાર મણની મબલક આવક નોંધાઇ હતી.

- text