બોલો..મોરબીમાં પેપર આપવા આવેલા છાત્રોને અંતિમ સમયમાં રાજકોટ પેપર આપવાનું કહેવાયુ

- text


સૌરાષ્ટ્ર યુનિ.ના છબરડાને કારણે મોરબી સેન્ટરના પીજીડીસીએ ના છાત્રો પેપર ચુકી ગયા

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. મોરબીમાં પીજીડીસીએના છાત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂલના કારણે પોતાનું પેપર ચુકી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

મોરબીની omvvim કોલેજના પરીક્ષા સેન્ટરમાં આજે પેપર આપવા આજે સવારે નિશ્ચિત સમયે પોહ્ચ્યા હતા. કારણ કે યુનિ. તરફથી તેમને આપવામાં આવેલી પરીક્ષાની હોલ ટિકિટમાં મોરબીની omvvim કોલેજના પરીક્ષા સેન્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ નિશ્ચિત સમયે પરીક્ષા આપવા આવેલા ૧૨ જેટલા પીજીડીસીએના વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવેલ કે તમારે અહીં નહિ રાજકોટની જે જે કુંડલિયા કોલેજમાં પેપર આપવાનું છે. પરંતુ થોડીક જ મિનિટમાં રાજકોટ પહોંચવું અશક્ય હોવાથી આ વિદ્યાર્થીઓ પેપર આપી શક્યા ન હતા. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના છબરડાના કારણે વિદ્યાર્થીઓ પેપર આપી શક્યા નથી. આ બનાવના પગલે વિદ્યાર્થીઓમાં રોષ ની લાગણી પ્રસરી છે.

- text

આ ઉપરાંત મોરબી સેન્ટરમાં બપોરના સમયે પણ છાત્રો પરીક્ષા દેવા આવવાના હતા. તેમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ છે. સેન્ટર તરફ થી તેઓનો ટેલિફોનિક સંપર્ક કરીને આ અંગે જાણ કરવામાં આવી છે. પરંતુ ઘણા ખરા છાત્રોનો સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે આ છાત્રો પણ પરીક્ષા આપવા રાજકોટ પહોંચી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

- text