૧.૧૧ લાખ કિમિ પરિભ્રમણ કરીને ભગવાન પરશુરામની રથયાત્રા કાલે ટંકારા પધારશે

- text


ટંકારા બ્રહ્મસમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે : મહાપ્રસાદનું આયોજન

ટંકારા : ભગવાન પરશુરામજીની રથયાત્રા ૧,૧૧,૦૦૦ કિમીનું અંતર કાપીને આવતીકાલે મોરબી પધારવાની છે. મોરબી થી વાંકાનેર થઈને આ રથયાત્રા સાંજે ટંકારા પહોંચશે. ટંકારામાં બ્રહ્મસમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

- text

ભારત દેશમાં ભગવાન પરશુરામજીની સૌથી લાંબા અંતરની કહેવાય તેવી ૧,૧૧,૦૦૦ કિ.મી. સુધી ચાલનારી રથયાત્રા માત્ર બ઼હ્મ ઍકતાની દોરીને મજબૂત કરવાના આશયથી નિકળી છે.જેનો પ઼ારંભ ગત ૫ માચઁથી થયો છે.રથયાત્રા જુદા જુદા રાજ્યો માથી પસાર થઈ ગુજરાતમા પ઼વેશી ચુકી છે.જે આવતીકાલે ૧૧મી ઍપિ઼લ બુધવારે મોરબી થી વાંકાનેર થઈને ટંકારા સાંજે ૪:૩૯ વાગ્યે પહોંચશે.રથયાત્રાનુ સન્માન કરવાનો કાર્યક્રમ સમસ્ત બ઼હ્મસમાજ ટંકારા દ્વારા રખાયો છે. સાથે બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ પણ ઉજવવાનો કાયઁક઼મ ઘડી કઢાયો હોવાથી સહ પરીવાર સમયસર ઉપસ્થિત રહેવા બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદ ત્રિવેદી દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યું છે. કાર્યક્રમ કષ્ટભંજન હનુમાન મંદિર,હાઈવે પાસે, ઍમ.ડી. સોસાયટી નજીક, ટંકારા ખાતે યોજાશે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text