મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કામદારો છેલ્લા ૩ માસથી પગારથી વંચિત

- text


વેતનનો પ્રશ્ન એગ્રીમેન્ટ અને ડોક્યુમેન્ટના વાંકે લટકી પડ્યો

મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને છેલ્લા ૩ માસ થી પગાર મળ્યો નથી. કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા આ ૨૫ થી વધુ રોજમદાર કામદારોનો વેતનનો પ્રશ્ન એગ્રીમેન્ટ અને ડોક્યુમેન્ટના વાંકે લટકી પડ્યો છે.૩ માસથી પગાર ન મળતા આ કામદારોને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.

મોરબી પાલિકાના કોન્ટ્રાકટ ઉપર ૨૫ થી વધુ રોજમદાર કામદારો શહેરમાં સફાઈ કામ કરી રહ્યા છે.આ કામદારોને છેલ્લા ૩માસ થી પગાર ન મળતા તેમની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ કામદારોએ અગાઉ કોન્ટ્રાકટ રદ કરી કાયમી કરવા અંગે લડત ચલાવી હતી. તે વખતે સત્તાધીઓએ નમતું મુકતા કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. હાલ તેની માંગણીઓ તો ઠીક પણ તેઓને છેલ્લા ૩ માસનો પગાર પણ આપવામાં આવ્યો નથી.

- text

ત્રણ માસ થી પગાર ન મળતા રોજમદાર કામદારોને ઘરનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પાલિકાના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કોન્ટ્રાકટ એગ્રીમેન્ટ અને

રોજમદારોના પૂરતા ડોક્યુમેન્ટના અભાવે તેમનો પગાર પ્રશ્ન લટકી પડ્યો છે. ત્યારે આ અંગે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે રોજમદાર કામદારોનો પગાર પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

- text