મોરબી સિવિલ હોસ્પિટલના જનરીક સ્ટોરમાં દવાની અછત : દર્દીઓમાં રોષ

- text


ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલની દવાની અછત થી દૈનિક વકરામાં ૬૨ ટકાનો ઘટાડો

મોરબી : સરકાર દ્વારા સામાન્ય દર્દીઓને આર્થિક રીતે રાહત આપવા શરૂ કરાયેલા પ્રધાનમંત્રી જન ઔષધ કેન્દ્રનો ઉદેશ મોરબીમાં ફળીભૂત ન થતો હોવાનું સામે આવ્યું છે.મોરબીની સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જાણ ઔષધ કેન્દ્ર જનરીક સ્ટોરમાં દવાનો પૂરતો સ્ટોક જ નથી. ડાયાબિટીસ, બીપી વગેરે રોગોની દવાની અછત થી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ઉઠતી ફરિયાદ મુજબ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા જનરીક સ્ટોરમાં પૂરતી દવાઓ ઉપલબ્ધ નથી. છેલ્લા ૯ માસથી આ સ્થિતિ છે. જનરીક સ્ટોરમાં માંગ સામે દવાઓની ભારે અછત છે. ખાસ કરીને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બીપીની રેગ્યુલર દવાઓની અહીં અછત છે.હાલ દવાઓની અછતના કારણે દર્દીઓને ખાનગી મેડિકલમાં થી ખર્ચાળ દવા ખરીદવી પડે છે.

- text

દર્દીઓ કહે છે કે જે દવા ડોક્ટર લખી આપે છે તેમાંથી ઘણી દવાઓ જનરીક સ્ટોરમાંથી મળતી નથી. સરકારે દર્દીઓને આર્થિક રાહત આપવા જનરીક સ્ટોર ખોલ્યા છે. ત્યારે જો ત્યાંથી દવા ન મળી શકતી હોય તો જનરીક સ્ટોર શુ કામના? તેવો દર્દીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.

જનરીક સ્ટોરના સ્ટાફે જણાવ્યું કે જનરીક સ્ટોરમાં વિવિધ દવાની અછત છે જે અંગે ઉપર જાણ કરવામાં આવી છે. ઉપરથી દવા થોડા સમયમાં આવી જશે તેવું રટણ કરવામાં આવી રહ્યું છે. દવાની અછત પૂર્વે નિયમિત દરરોજ રૂ.૮ હજારનો વકરો થતો હતો. હાલ દવાની અછતના કારણે દરરોજનો વકરો રૂ.૩ હજારે પહોંચી ગયો છે.

- text