મોરબીના રોહિદાસપરામાંથી બે બાળકો ગુમ

- text


મોરબી: મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાંથી બે બાળકો સાયકલ પર નીકળ્યા બાદ ગુમ થઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. બન્ને બાળકોના વાલીએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ આદરી છે.

મોરબીના રોહીદાસ પરા વિસ્તારના રહેવાસી હર્ષદ દિનેશ બોસીયા (ઉ.વ.૧૨) અને વિપુલ વિનોદભાઈ રસિયા (ઉ.વ.૧૩) એ બંને બાળકો સાયકલ પર રમતા હોય અને સવારે ૧૦:૩૦ કલાકે બંને અચાનક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ ચલાવી હતી તેમજ બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બાળકોને શોધવા તપાસ ચલાવી છે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુમ થયેલા હર્ષદે દુધિયા શર્ટ પહેર્યો છે જયારે વિપુલે લાલ કલર ટી શર્ટ પહેર્યું છે આ બાળકો અંગે કોઈને માહિતી મળે તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન નં ૦૨૮૨૨ ૨૪૨૬૫૧ અથવા મો.નં. ૮૪૬૯૦૮૩૯૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

 

- text