મોરબીમાં શનાળા બાયપાસ પાસેનો વિસ્તારમાં પ્રાથમિક સુવિધાથી વંચિત

- text


જાગૃત નાગરિકે ચીફ ઓફિસરને રજુઆત કરી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવા મામલે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરી એક જાગૃત નાગરિકે આ બાબતે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.

અબ્દુલભાઇ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆતમાં જણાવ્યું હતું કે શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર, ફિદાઈ પાર્ક, આનંદનગર, દેવીપૂજકવાસ અને ગુલાબનગર સહિતના વિસ્તારોના વિવિધ પ્રશ્ન મુદ્દે અનેક રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ વિસ્તારની પાસે આવેલા ગોકુળનગરની તમામ શેરીના રોડ બની ગયા છે. ત્યારે આ વિસ્તારમાં પણ તાત્કાલિક રોડ કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગણી છે.

- text

આ ઉપરાંત હાલ ઉનાળો ચાલી રહયો છે. આ વિસ્તારમાં પાણીનો પણ મોટો પ્રશ્ન છે. આ સાથે આંગણવાડીમાં પણ કોઈ પ્રકારની સુવિધા નથી. આ વિસ્તારોના લોકોને તંત્રના પાપેપ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં ચોમાસા પૂર્વે નવા રોડ બનાવવમાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text