હળવદમા એક શામ શહિદો કે નામ : લોકડાયરો અને દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયો

- text


શહિદ દિન નિમિત્તે શહિદોને શ્રધ્ધાંજલી અને પુર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું

હળવદ : શહિદ દિન નિમિત્તે હળવદ નગરપાલિકા અને ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા એક શામ શહિદો કે નામ અંતર્ગત ભવ્ય લોકડાયરો અને દેશભક્તિ ગીતનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૯૭૧ના યુદ્ધમા શહિદ થયેલાને શ્રધ્ધાંજલી અને પુર્વ સૈનિકોનુ સન્માનિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં કલાકારો દ્વારા ભક્તિ ગીતોની રમઝટ બોલાવીને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને દેશ ભક્તિના રંગે રંગ્યા હતા.

- text

૨૩મી માર્ચના દિવસે ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂને ફાસી આપવામાં આવી હતી અને આ દિવસને શહિદ દિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે નગરપાલિકા અને ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા એક શામ શહિદો કે નામ અંતર્ગત લક્ષ્મીનારાયણ ચોકમાં ભવ્ય લોકડાયરો તેમજ દેશભક્તિ ગીતનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કલાકાર હકાભા ગઢવી, મેહમુદ શેખ,હાર્દિક દવે,પ્રિતેશ દવે અને સાજિંદો દ્વારા દેશભક્તિ ગીતની રમઝટ બોલાવી અને પ્રેક્ષકોને દેશભક્તિના રંગે રંગી દીધાં હતાં.
આ પ્રસંગે ૧૯૭૧ના યુદ્ધમા શહિદ થયેલા કોયબા ગામના વનરાજસિંહ હાલુભા ઝાલાને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જ્યારે પુર્વ ૧૮ સૈનિકોનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
શહિદ દિનની પુર્વ સંધ્યાએ આયોજીત આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ મોરબી પીઆઈ ગઢવી ,મોરબી જીલ્લા યુવા મોર્ચા પ્રમુખ રવિ સનાવડા રહ્યા હતા.નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, હળવદ શહેર પ્રમુખ અજયભાઇ રાવલ,બિપિનભાઈ દવે,રણછોડભાઈ દલવાડી, જયેશભાઇ પટેલ, તપનભાઈ દવે,મેહુલભાઈ પટેલ, વગેરે ઉપસ્થીત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

- text