મોરબીમાં શહીદ દિન નિમતે વિવિધ સંગઠનોએ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

- text


બજરંગ દળ, શિવ સેના, હીન્દુ યુવા સંગઠન તેમજ ગૌ રક્ષા દળે ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ પાઠવી

મોરબી: આજ રોજ શહીદ દીન નિમિતે મોરબી ના વિવિધ સંગઠનો દ્વારા શહીદ ભગત સિંહ, સુખદેવ, રાજગુરૂ ને પૂષ્પાંજલી અર્પણ કરવા મા આવી હતી. બજરંગ દળ, શિવ સેના તથા હીન્દુ યુવા સંગઠન ના આગેવાનોએ શહીદ ભગત સિંહ ની પ્રતિમાને સફાઈ કર્યા બાદ તેમને ફૂલ હાર અર્પણ કર્યા હતા.

સ્વાતંત્ર્ય સંગ્રામ મા પોતાના પ્રાણ ની આહૂતી આપનાર ભારત માતા ના આ વિર સપૂતો ૨૩-૩-૧૯૩૧ ના રોજ ફાંસી ના માંચડે ચડ્યા હતા અને હસતા મુખે શહીદત વહોરી હતી..

એક કૂચ દરમિયાન અંગ્રેજી અમલદારો દ્વારા લાઠી ચાર્જ કરવા મા આવ્યો હતો જેમા સ્વાતંત્ર્ય સંગ્રામ ના સેનાની લાલા લજપતરાય શહીદ થયા હતા. જેમની શહાદત નો બદલો લેવા શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ એ અંગ્રેજ અમલદાર સ્કોટ ની હત્યા ની યોજના બનાવી હતી પરંતુ સ્કોટ ના બદલે સોંડર્સ માર્યો ગયો હતો. તેના પ્રતિકાર સ્વરૂપ અંગ્રેજ હુકુમતે આ ત્રણેય વીરો ની શોધ ખોળ શરૂ કરી. ત્યાર બાદ તેઓએ એસેમ્બ્લી મા બોંબ ફેંક્યો અને ઈન્કીલાબ જીંદાબાદ ના નારા સાથે સામે થી આત્મ સમર્પણ કર્યુ હતુ. અદાલતે તેમને ફાંસી ની સજા નો હુકમ કર્યો હતો. તે ફાંસી ની સજા રદ કરાવવા માટે કોંગ્રેસ અધિવેશન ના અધ્યક્ષ મદન મોહને અદાલત મા અપીલ કરી હતી પરંતુ અંગ્રેજ હુકુમતે તે સજા યથાવત રાખી.

- text

ઈતિહાસના ઉંડાણમા ડોકીયુ કરતા જણાય છે કે ખરેખર ફાંસી બીજા દીવસે આપવા ની હતી પરંતુ પરિસ્થિતી વણશે નહી તે હેતુસર અગાઉ ફાંસી આપી દેવાઈ હતી.આમ, યુવા વયે માતૃભૂમિ ની રક્ષા કાજે શહીદ થનાર આ વિર સપૂતો ની યાદ મા આજ રોજ તેમને પૂષ્પાંજલી અર્પણ કરવા મા આવી હતી.

આજના યુવાનો મા રાષ્ટ્ર પ્રેમ ની ભાવના વિકસે તે હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમા કમલ ભાઈ દવે, કમલેશ ભાઈ બોરીચા, ભરતભા ગઢવી સહીત ના વિવિધ સંસ્થા ના આગેવાનો ઉપાસ્થિત રહ્યા હતા.

 

 

 

- text