મોરબી જિલ્લાનું ગૌરવ : દિલ્હી રાષ્ટ્રપતિભવનમાં વાંકાનેરની માટીની ખુશ્બૂ

- text


રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉદ્યોગસાહસિકતા એક્ઝિબિશનમાં મિટ્ટી કુલ સ્ટોરે લોકોને ઘેલું લગાડ્યું : મિસ વર્લ્ડ મનુશી ચીરરે આ મિટ્ટી કુલ સ્ટોલની મુલાકાત લીધી

મોરબી : રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે ઉદ્યોગસાહસિકતા એક્ઝિબિશનમાં વાંકાનેરના ગૌરવ સમાં મનસુખભાઈ પ્રજાપતિએ વાંકાનેરની માટીની મહેક પ્રસરાવી પોતાના મિટ્ટી કુલ પ્રોડકટથી સૌને અચંબિત કરી દીધા છે.

દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઈએફ) ના સહયોગથી ખાસ એક્ઝિબિશન યોજવામાં આવે છે જેમાં દેશભરના ઉગતા કૌશલ્યકારોને પ્લેટફોર્મ પૂરું પાડે છે, ખાસ કરીને ગ્રામ વિસ્તાર અને બિનઉપયોગી પ્રદેશોમાં સર્જનાત્મક સમુદાયોમાંથી કરવામાં આવતા નવા સંશોધનો અહીં રજૂ કરવામાં આવે છે.

આ ફેસ્ટિવલમાં સર્જનાત્મકતા અને કૌશલ્યકારીના નવા શોધ સંશોધનોને રજૂ કરવાની તક આપવાનો છે, આ પ્રદર્શન નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ૧૯ થી ૨૩ માર્ચ સુધી સાંજે ૫ વાગ્યા સુધી જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે. કલા કૌશલ્યમાં એવોર્ડ વિજેતાઓ અને નવપ્રવર્તકો અને સાહસિકો દ્વારા આશરે ૨૫૦ જેટલી ચીજ વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં વાંકાનેરના મિટ્ટી કુલ પણ ભાગ લઈ પોતાની પ્રોડકટ રજુ કરી છે.

- text

દરમિયાન ગઈકાલે, મિસ વર્લ્ડ મનુશી ચીરરે આ પ્રદર્શનમાં મિટ્ટી કુલ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેણી એક ભારતીય મોડેલ અને મિસ વર્લ્ડ ૨૦૧૭ ના વિજેતા છે. તેણીએ મિટ્ટી કુલ પ્રોડક્ટ્સ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા, આ ઉત્પાદનોમાં પાણી ફિલ્ટર, રેફ્રિજરેટર્સ, હોટ પ્લેટ્સ, કૂકર અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. અંતમાં વાંકાનેરના મનસુખખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મિટ્ટી કુલ લોકોને કુદરતી માહોલની નજીક લાવવા માટે એક પહેલ છે.

 

- text