મોરબી જિલ્લામાં મક્કમ મનોબળ સાથે બોર્ડની પરીક્ષા આપતા ૮૩ દિવ્યાંગો

- text


મોરબી : કહેવાય છે કે કુદરત માણસની એક શક્તિ છીનવી લે તો તેનામાં બીજી શક્તિનો સંચાર પણ કરી દે છે એ શક્તિ દ્રઢ મનોબળની હોય છે જેના સહારે કુદરતી ઉણપ નો શિકાર બનેલી વ્યક્તિ પણ ધાર્યુ પરિણામ લાવે છે આવી રીતે મોરબી જિલ્લાના ધો.૧૦ અને ૧૨ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ કુદરતી ઉણપને ગણકાર્યા વગર દૃઢ મનોબળથી પરીક્ષા આપી રહ્યા છે

મોરબી જિલ્લામાં હાલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં શારિરીક-માનસિક રીતે સ્વસ્થ હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ નો સામનો કરવો પડતો નથી. પરંતુ જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. તે કુદરતી કુદરતી ઉણપ નો શિકાર બનેલા હોવાથી પરીક્ષા આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે.

- text

મોરબી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ના ૮૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓ કુદરતી ઉણપની પરવા કર્યા વગર મક્કમ મનોબળથી પરીક્ષા આપી રહ્યા છે. ધો.૧૦માં ૫૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માંથી ૮ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે. કેન્દ્ર વાઈઝ જોવા જઈએ તો મોરબીમાં ૨૦, વાંકાનેરમાં ૪,વવાણીયા માં ૩, ટંકારામાં ૩, જેતપુરમાં ૧, હળવદમા ૧૧, ચંદ્રપુરમા ૨ , ચરડવામાં ૩ અને પીપળીયા માં ૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો. ૧૨ સાયન્સમાં ૧, સામાન્ય પ્રવાહમાં મોરબીમાં ૧૩ , ટંકારામાં ૧, હળવદમાં ૩, વાંકાનેરમાં ૬ ઉપરાંત ૪ દિવ્યાંગ રીપીટર તરીકે પરીક્ષા આપી રહ્યા છે.

- text