ઇન્દીરાનગર પ્રા. શાળાના બાળકોએ ચકલી દિને માળા અને કુંડા બનાવ્યા

- text


મોરબી : મોરબી તાલુકાની ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ચકલી દિન નિમિતે શાળાના બાળકોએ પોતાની જાતે ચકલીના માળા અને પાણીના કુંડા બનાવ્યા હતા.

મોરબી જિલ્લાની અનેક શાળાઓમાં વિશ્વ ચકલી દિન નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શાળા ના બાળકોએ હોશ ભેર ભાગ લીધો હતો. તેવી રીતે મોરબી તાલુકાની ઇન્દીરાનગર પ્રાથમિક શાળાના બાળકોએ પણ ચકલી દિવસ નિમતે શાળામાં આયોજીત કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

ઈન્દિરાનગર પ્રાથમિક શાળાના બાળકોએ ચકલી દિન નિમિત્તે પોતાની જાતે ચકલીના માલા અને પાણીના કુંડા બનાવ્યા હતા. બાદમાં આ માળા અને કુંડાને યોગ્ય સ્થળે ગોઠવ્યા પણ હતા.ઉપરાંત ચકલી દિન નિમિતે શાળાના શિક્ષકોએ બાળકોને લુપ્ત થઈ રહેલી ચકલીઓ ને કઈ રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

- text

- text