મોરબીના હેર સ્ટાઇલર ભાવિક સોલંકી એડવાન્સ ટ્રેનિંગ માટે ૨૨મીએ અમેરિકા જશે

- text


કેલિફોર્નિયા, લોસ એન્જલસ, લાસ વેગાસ અને વોશિંગ્ટન ડીસી જેવા શહેરોમાંથી એડવાન્સ હેર ટ્રેનિંગ લેશે

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હેર કટીંગ અને હેરસ્ટાઇલ તેમજ હેર કલરમાં બહોળી નામના મેળવનાર મોરબીના જાણીતા ઇન્ડિયન સલૂન હેર એન્ડ ટેટુ લોંજના ભાવિક સોલંકી આગામી ૨૨મી એ એડવાન્સ હેર ટ્રેનિંગ માટે અમેરિકા જઈ રહ્યા છે ત્યારે ઠેર ઠેરથી ભાવિકભાઈ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

એડવાન્સ હેર ટ્રેનિંગ માટે આગામી ૨૨મી અમેરિકા જઈ રહેલા ભાવિકભાઇ સોલંકી ૧ એપ્રિલે ભારત પરત ફરશે. લોરિયલ કંપની દ્વારા સમગ્ર કચ્છમાં થી એકમાત્ર ભાવિકભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે.ત્યારે ભાવિકભાઈના ગ્રાહકોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણકે હવે થી તેઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની હેર સ્ટાઇલ ભાવિકભાઈ પાસે થી મળશે.

- text

ભાવિકભાઈએ આ અંગે જણાવ્યું કે અમેરિકામાં વિવિધ શહેરોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં એડવાન્સ હેર ટ્રેનિંગનો એક દિવસનો સેમિનાર છે તેમા તેઓ ભાગ લેશે. ઉપરાંત લોસ એન્જલસ, લાસવેગાસ ,વોશિંગ્ટન ડીસી વગેરે જગ્યાએ પણ જવાનું છે લોસ એન્જલસમાં યુનિવર્સલ સ્ટુડિયો ની મુલાકાત પણ ગોઠવવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ કે વિદેશોમાં હેર કટીંગ, હેર સ્ટાઇલ તથા હેર કલરિંગ વગેરે ભારત કરતા એડવાન્સ છે.વિદેશમાં ટ્રેનિંગ લેતા આધુનિક પદ્ધતિનો શીખવાના નો અનુભવ પ્રાપ્ત થાય છે. જેથી આ લાભ મોરબીની જનતાને પણ મળશે .અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિકભાઈ સોલંકી છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ટ્રેનિંગ માટે જતા હોય છે તેઓ અગાઉ પણ મકાઉ, હોંગકોંગ, જર્મની ,ઇટાલી ,ફ્રાન્સ નેધરલેન્ડ વગેરે દેશોમાં જઇ ચુક્યા છે હાલ તેઓ અમેરિકા જઈ રહ્યા છે.

 

- text