મોરબીમાં ચકલી દિન નિમિતે ૫૦૦૦ માળા અને ૧૫૦૦ કુંડાઓનું વિતરણ

- text


લુપ્ત થવાના આરે પહોંચેલી ચકલીઓને બચાવવા સેવાભાવી સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓના સક્રિય પ્રયાસો

મોરબી : વિશ્વ ચકલી દિવસ નિમીતે ઘરોમાં ચકલીઓની ચી ચી નો અવાજ પુનઃ ગુંજતો થાય તે માટે મોરબીની જાગૃત સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ એ તમામ પ્રયાસો કર્યા હતા.ચકલી દિન નિમિતે આજે મોરબી શહેરમાં આશરે ૫૦૦૦ ચકલીના માળા અને ૧૫૦૦ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં લુપ્ત થવાના આરે પહોંચેલી ચકલીઓને બચાવવા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરીને ચકલી દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચકલી પ્રેમી સંસ્થા લકી ગ્રુપ દ્વારા સામાકાઠે ગેંડા સર્કલ પાસે વિનામૂલ્યે ૩૦૦૦ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા ૫૦૦ જેટલાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

- text

ઉપરાંત વિશ્વ ચકલી દિન નિમિત્તે આજે બર્ડ હેલ્પલાઇન સંસ્થા દ્વારા ૫૦૦ ચકલીના માળા તથા ૫૦૦ પાણીના કુંડા તેમજ ગ્લાસવેર વેપારી આશીષભાઈ વસવેલીયાએ રવાપર રોડ ઉપર ૧૦૦૦ માળા અને ૧૦૦૦ પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.આ ઉપરાંત અનેક જાગૃત સંસ્થાના સેવાભાવી લોકોએ તથા પર્યાવરણપ્રેમીઓએ ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરીને ચકલીઓનો મકાનોમાં પુનઃવસવાટ થાય તેવા સક્રિય પ્રયાસો કર્યા હતા.

- text