૨૧ એપ્રિલથી મોરબીમાં ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન : ગ્રાન્ડ ફીનાલેમાં જજ કરશે ડાન્સ માસ્ટર ધર્મેશ

ઓસેમ સ્કૂલ મોરબી અને પાઠક સ્કૂલ રાજકોટ અને વિનર્સ ડાન્સ એકેડમી દ્વારા જબરદસ્ત આયોજન : ૫ મેં ના રોજ રાજકોટમાં ગ્રાન્ડ ફીનાલે

મોરબી : ઓસેમ સ્કૂલ મોરબી અને પાઠક સ્કૂલ રાજકોટ અને વિનર્સ ડાન્સ એકેડમી દ્વારા આગામી તારીખ ૨૧ એપ્રિલથી મોરબીમાં ઓલ ઇન્ડીયા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરાયું છે આ ડાન્સ કોમ્પીટીશનના ગ્રાન્ડ ફિનાલેમાં માસ્ટર ધર્મેશ જજની ભૂમિકામાં રહેશે.

વિદ્યાર્થીઓમાં રહેલી નૃત્ય કલાને ખીલવવાની સાથે સાથે એક પ્લેટફોર્મ પૂરું પડવાની ભાવનાથી મોરબીની વિનર ડાન્સ એકેડમી તથા ઓસેમ સ્કૂલ મોરબી અને પાઠક સ્કૂલ દ્વારા આગામી ૨૧ એપ્રિલથી ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

મોરબીમાં ૨૧ એપ્રિલથી શરૂ થતી આ ડાન્સ કોમ્પિટિશન માટે આગામી ૨૫ માર્ચના રોજ પોરબંદર ખાતે કે.બી.તાજાવાલા સ્કૂલ, એમ.જી.રોડ ઓડિશન રાઉન્ડ રાખવામાં આવ્યો છે.

વધુમાં આ ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનના સેમિફાઇનલમાં ડીઆઇડી સિઝન ૧ ના દિપક રાજપૂત અને ડાન્સ પ્લસ ફેમ મહેન્દ્ર જાડેજા જજ કરશે.

જ્યારે તારીખ ૫ મે ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર ગ્રાન્ડ ફીનાલેમાં બેનજો મુવીના એકટર અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સહિત અનેક ટીવી પ્રોગ્રામમાં ચમકનાર ડાન્સ માસ્ટર ધર્મેશસર ખાસ હાજર રહી જજની ભૂમિકા નિભાવશે.

આ ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનના ઓડિશન, એન્ટ્રી તેમજ અન્ય વધુ વિગતો માટે મોબાઈલ નંબર ૯૯૭૯૧ ૮૨૨૨૨, ૯૮૭૯૧ ૨૫૫૭૬, ૬૩૫૩૦ ૫૦૩૬૫, ૬૩૫૩૦ ૫૦૩૭૧ અને ૯૦૩૯૫ ૭૮૬૯૨ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.