માળિયા મિયાણાંમાં ૧૫ મીએ ભરતી મેળો

- text


મોરબી રોજગાર કચેરી આયોજીત ભરતી મેળામાં નામચીન કંપનીઓ રહેશે હાજર

મોરબી, : મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા માળિયા મિયાણાના નવા રેલ્વે સ્ટેશન પાસે આવેલી સફર સંસ્થા ખાતે આગામી તા.૧૫ એ ૧૧ કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લાની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે અન્ય જિલ્લાની નામાંકિત કંપનીઓ હાજર રહેશે.

- text

રોજગાર વિનિમય કચેરી આયોજીત ભરતી મેળામાં જે વિદ્યાર્થીઓએ અગાઉ નામ નોંધણી. ન કરાવી હોય તેઓ પણ ભાગ લઈ શકશે. ભરતીમાં ભાગ લીધેલ ઇન્ડસ્ટ્રીઝ ની યાદી ભરતી મેળાના સ્થળ પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓએ બાયોડેટા,પાસપોર્ટ સાઇઝ ફોટા,લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ, સ્કુલ લિવિંગ શર્ટી,અનુભવ હોય તો તેનો દાખલો અને પાનકાર્ડ હોય તો તેની વિગત લઈ ને આવવાનું રહેશે.

- text