મોરબી જિલ્લા કલેક્ટરના માતાના બેસણામાં મોટી સંખ્યામાં અગ્રણીયો ઉપસ્થિત રહ્યા

રાજકીય, સામાજિક અને સિરામિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અધિકારીઓએ જિલ્લા કલેકટરને પાઠવી સાંત્વના

મોરબી : મોરબી જિલ્લા કલેકટર આઈ. કે.પટેલ ના માતાનું અવસાન થતાં તેમનું બેસણું મોર્ડન હોલ ખાતે રાખવામાં આવ્યું હતું.જ્યાં રાજકીય,સામાજિક અને સિરામિક ક્ષેત્રના આગેવાનો સાથે જિલ્લાના અધિકારી ગણે ઉપસ્થિત રહીને જિલ્લા કલેકટરને સાંત્વના પાઠવી હતી.

મોરબી જિલ્લા કલેક્ટર આઈ. કે.પટેલના માતા નાથીબેન કચરાભાઈ પટેલના નિધન બાદ મોર્ડન હોલ ખાતે બેસણું યોજાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને અધિકારીઓની હાજરી રહ્યા હતા . જેમાં રાજકોટ રેન્જ આઇજી ડી એન પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા,ટંકારા – પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા ,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,જેન્તીભાઇ કવાડિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના રાજકીય ,સામાજિક ઉપરાંત સિરામિક ક્ષેત્રના આગેવાનો સાથે મોરબી જિલ્લા ના ડી.ડી.ઓ ખટાણા , એસ.પી રાઠોડ, અધિક કલેક્ટર જોશી સહીત ના અધિકારીઓએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.