મોરબી જિલ્લાના શિક્ષકોનો રાજ્યકક્ષાના એજ્યુકેશન ફેસ્ટિવલમાં ડંકો

- text


રાજ્યપાલ કોહલી અને પૂ.ભાઈશ્રી ની હાજરીમાં પાંચ શિક્ષકોનું કરાયું સન્માન

મોરબી : મોરબી જિલ્લાના પાંચ શિક્ષકોની રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી હતી. ફેસ્ટિવલમાં શિક્ષકોએ રજૂ કરેલા વિવિધ વિષય પરના નવતર પ્રયોગો થી ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા. મોરબીના ગૌરવ સમા આ શિક્ષકોનું રાજ્યપાલ એ.પી.કોહલી અને પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું

- text

પોરબંદરની સાંદિપની વિદ્યાનિકેતન ખાતે તાજેતરમાં જ યોજાયેલ રાજ્ય કક્ષાના ત્રીજા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ના અલગ અલગ વિભાગ માટે મોરબી જિલ્લાના કુલ ૫ (પાંચ) શિક્ષકોની પસંદગી થઇ હતી. પ્રાથમિક વિભાગમાં મોરબી જિલ્લા માંથી પ્રથમ આવેલ મોટીબરાર પ્રા. શાળાના શિક્ષક અનિલ બદ્રકિયા એ “મારું પેપર, મારી પરીક્ષા”, નવા મકનસર પ્રા. શાળાના શિક્ષક જીતેન્દ્ર પાંચોટીયા એ “સરળ અને સહજ શિક્ષણ – યુટ્યૂબ વિડીઓ”, જબલપુર પ્રા. શાળાના શિક્ષક પરેશ સદાતિયા એ “મારી શાળા નોખી અનોખી” અને માધ્યમિક વિભાગ માંથી ઘી.વી.સી. ટેક્નિકલ હાઇસ્કૂલના શિક્ષક અમિત તન્ના એ “5 steps to 5 star” પ્રકારના નવતર પ્રયોગો રજુ કર્યા હતા. તો સાથે ICT વિભાગ માંથી મોરબીની શાંતિવન પ્રા. શાળાના આચાર્ય મનન બુદ્ધદેવ એ પણ પોતાનો નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ ફેસ્ટિવલમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) તેમજ શિક્ષણ નિયામક ટી.એસ.જોશી સાહેબની પ્રેરણાદાયી ઉપસ્થિતી માં આ તમામ શિક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

- text