રામનવમીથી માળીયાના સરવડ ગામે કૃષ્ણ કથામૃત

- text


વૃંદાવનધામ સરવડ મુકામે સાળંગપુર મંદિરવાળા સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી કથામૃત પીરસશે

મોરબી : માળીયા તાલુકાના સરવડ મુકામે ગામ સમસ્ત દ્વારા આગામી તા. ૨૫ માર્ચને રામનવમીથી કૃષ્ણકથામૃત ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં સાળંગપુર મંદિરવાળા હરિપ્રકાશસ્વામીજી કથાનું રસપાન કરાવશે.

માળીયા જામનગર હાઇવે પર સરવડ ગામ સમસ્ત દ્વારા વૃંદાવન ધામ ઉભું કરી કૃષ્ણ કથામૃત ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં રામનવમીના દિવસે સવારે પોથીયાત્રા બાદ કથાનો પ્રારંભ થશે અને તા. ૨૮ ના રોજ કૃષ્ણ જન્મોત્સવ, ૨૯ ના રોજ ગોવર્ધન લીલા, તા. ૩૦ ના રોજ રૂક્ષમણી વિવાહ અને ૩૧ ના રોજ કથાની પુર્ણાહુતી થશે.

- text

વધુમાં ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રીના દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજાશે જેમાં તા. ૨૫ ના રોજ ભજન સંધ્યા, ૨૬ ના રોજ દીકરી વ્હાલનો દરિયો નાટક, સહિત દરરોજ અવનવા કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. સમગ્ર આયોજનને સફળ બનવવા સરવડ ગામ સમસ્ત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text