વાંકાનેરમાં ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે હળવદ માંથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક શખ્સને થાન ચોકડી એ થી ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા એસપી જયપાલસિંહ રાઠોડની વાહનચોરી અટકાવવા ની સુચનાથી વાંકાનેર સીટી પીઆઈ એચ.એમ.રોઠોડ ,પ્રો.પીએસઆઈ આર.પી.જાડેજા સહીતનાઓ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે થાન ચોકડી નજીક થી શંકાસ્પદ હાલત મા નિકલેળા એક શખ્સને અટકાવી તેની સાથે રહેલ મોટરસાયકલ ના જરૂરી કાગળો માંગતા આ શખ્સ
ગલ્લા તલ્લા કરવા માંડ્યૉ હતો.

- text

બાદમાં તેને પોલીસમથકે લઈ જઈ કડક પુછતાછ કરતા તેની પાસે રહેલ મોટરસાયકલ હળવદ થી ચોરી કરેલ હોવાનુ જણાવ્યુ હતુ જેમા વાકાનાર સીટી પોલીસે ચોરીના મોટરસાયકલ કિમત રૂપીયા ૨૫૦૦૦ સાથે આરોપી રાહુલ અશોકભાઈ ચિકાણી રહે.વાકાનેર વાળા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text