સસ્તા અનાજના દુકાનદાર પાસે કેટલું અનાજ ઉપલબ્ધ ? માહિતી ઓનલાઇન : મોરબી કલેક્ટરનું સૂચન રાજ્યભરમાં અમલી

- text


વાંકાનેરના જાગૃત નાગરિક અર્જુનસિંહનું સૂચન જિલ્લા કલેકટરે ગંભીરતાથી લીધું ; તુરત અમલવારી

રાજકોટ : મોરબી જિલ્લા કલેકટરના મહત્વપૂર્ણ સૂચનને કારણે રાજ્ય સરકારની
જાહેર વિતરણ વ્યવસ્થા વધુ મજબૂત બની છે, અત્યાર સુધી રાજ્યમાં સસ્તા
અનાજના વેપારીને દર મહિને કેટલો અનાજ કેરોસીનનો જથ્થો મળે છે તે જાહેર
જાણતા જાણી શક્તિ ન હતી પરંતુ હવે થી પરવાનેદાર કેટલો જથ્થો મેળવ્યો અને
કેટલો જથ્થો વેચ્યો તે માહિતી પુરવઠા વિભાગની વેબ સાઈટ પર ઉપલબ્ધ બન્યું
છે.

રાજ્યમાં સાડા  છ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને હવેથી પોતાના વિસ્તારના
દુકાનદારને સરકારે કેટલો ઘઉં,ચોખા,મીઠું કે અન્ય જણસી ફાળવી છે અને ગત
માસનો કેટલો જથ્થો તેમની પાસે દુકાનમાં પડ્યો છે તેમજ દુકાને થી થયેલ
વેચાણ જથ્થા સહિતની વિગતો રાજ્ય સરકારની વેબસાઈટ પરથી ઉપલબ્ધ બનશે,
અત્યાર સુધી આ વેબ સાઈટ પર દુકાન દરે કેટલા રૂપિયાનું ચલણ ભર્યું તેની જ
માહિતી મળી શક્તિ હતી પરંતુ મોરબી જિલ્લા કલેક્ટરને એક જાગૃત નાગરિક
દ્વારા સૂચન કરી આ બાબતે ધ્યાન દોરવામાં આવતા સરકારે તુરત જ આ મહત્વપૂર્ણ
સૂચનને ધ્યાને લઈ અમલવારી કરી છે.

- text

જિલ્લા કલેકટર મોરબી દ્વારા જાગૃત નાગરિકના સૂચન બાદ એનઆઈસીને જરૂરી
સૂચના આપતા એનઆઈસી દ્વારા પુરવઠા વિભાગની વેબસાઈટ પર રહેલીં ત્રુટિ દૂર
કરી અમલવારી કરતા હવેથી સસ્તા અનાજના દુકાનદારો ગ્રાહકોને રાશનનો જથ્થો
નથી આવ્યોના ગોળ ગોળ જવાબ નહીં આપી શકે ઉપરાંત આગળના માસના જથ્થાને
કેરીફોર્વર્ડ કરવામાં ચાલતી ગોલમાલ પણ નહીં કરી શકે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારની આવી તૃટીઓનો ફાયદો ઉઠાવી સસ્તા અનાજના
વેપારીઓ દ્વારા વાંકાનેર મોરબીમાં કેરી ફોર્વર્ડના નામે લાખોના અનાજની
હેરફેર કર્યાની ફરિયાદ પણ કલેકટર સુધી પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા
છે.

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવેથી સસ્તા અનાજના
દુકાનદારને કેટલો જથ્થો ફાળવવવામાં આવ્યો છે અને કેટલો  જથ્થો આ દુકાનેથી
વેચાણ થયો છે તે અંગેની જાણકારી પુરવઠા વિભાગના વેબપોર્ટલ પર ઉપલબ્ધ
બનાવવામાં આવી છે ત્યારે આ મહત્વ પૂર્ણ બાબત પાછળ વાંકાનેર તાલુકાના
ગારિયા ગામના જાગૃત નાગરિક અર્જુનસિંહ વાળાનું સૂચન જવાબદાર હોવાનું
જાણવા મળ્યું છે અર્જુનસિંહે જિલ્લા કલેકટર મોરબીને પુરવઠા વિભાગની
ત્રુટિ વિષે માહિતગાર કરતા જિલ્લા કલેકટરે સરકારમાં સૂચન કરતા તુરત જ આ
બાબતને વેબસાઈટ પર ઉપલબ્ધ બનવવામાં આવી છે।

- text