મોરબી જલારામ મંદીરનો એકાદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

- text


સન્માન સમારોહ, ધૂનભજન-લોકડાયરો-પ્રભાતધૂન-મેડીકલ કેમ્પ-મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે
મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીરનો એકાદશમ્ પાટોત્સવ આગામી તા.૧૭/૧૮ શની તેમજ રવીવારના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે.

એકદશમ પાટોત્સવ અંતર્ગત તા.૧૭ ને શનીવારે સાંજે ૪ કલાકે સેવા કાર્યના સહયોગીઓ, કાર્યકરો તેમજ દાતાઓનો સન્માન સમારોહ યોજાશે ત્યાર બાદ રાત્રે ૯ કલાકે સુપ્રસિધ્ધ કલાકારો જયમંતભાઈ દવે, મનિષાબેન બારોટ, ભરતદાન ગઢવી તથા સુરેશભાઈ પટેલ દ્વારા ભજન સંધ્યા તેમજ લોકડાયરો યોજાશે.

ઉપરાંત તા-૧૮ ને રવિવાર સવારે ૬ કલાકે પ્રભાત ધૂન, સવારે ૯ કલાકે વિના મૂલ્યે ડાયાબીટીસ તેમજ બી.પી. નિદાન કેમ્પ યોજાશે જેમા ડો. અમિત ઘેલાણી તથા ડો. ભાવિકાબેન સૂચક વિનામૂલ્યે સેવા પ્રદાન કરશે, સાંજે ૭ કલાકે સર્વજ્ઞાતિય મહાપ્રસાદનુ આયોજન કરવામા આવેલ છે.

- text

જલારામ પ્રાર્થના મંદીર- રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વૈકુંઠરથ સેવા, શબ વાહીની સેવા, અંતિમ યાત્રા બસ, એમ્બ્યુલન્સ સેવા, બીન વારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થી વિસર્જન, દરરોજ સાંજે પ્રસાદ, પદયાત્રીઓની સેવા, બ્લડ ડોનેશન જેવી વિવિધ પ્રકાર ની માનવ સેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે ત્યારે આ મંદીરના એકાદશમ્ પાટોત્સવના તમામ કાર્યક્રમના શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં અવ્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, રાજુભાઈ ગીરનારી, ચિરાગ રાચ્છ, ભાવીન ઘેલાણી, વિપુલ પંડીત, કાજલબેન ચંડીભમર, મોહીત રાચ્છ, અશોકભાઈ પાવાગઢી, જે.આઈ.પુજારા, કીશોરભાઈ ઘેલાણી, રમેશભાઈ બુધ્ધદેવ, કીર્તિભાઈ પાવાગઢી, જગદીશભાઈ કોટક,જીતુભાઈ પુજારા, ચિરાગ વોરા, વિશાલ ગણાત્રા, હરગોવિંદદાસ દેવમોરારી, બદ્રી પ્રસાદ અગ્રાવત, દીનેશ સોલંકી, ફીરોઝભાઈ , જીજ્ઞેશ પોપટ, જીજ્ઞેશ પુજારા સહીતના જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણવાયું છે.

- text