નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાયેલ વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં પ્રદુષણનો મુદ્દો છવાયો

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે યોજાયેલ વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ નકામી પ્રદુષણ ફેલાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરી અવનવી વસ્તુઓ બનાવી હતી. વેસ્ટ માંથી બેસ્ટ હરીફાઈમાં ધોરણ ૫ થી ૮ ના વિધાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

આ સ્પર્ધામાં બાળકો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવમાં આવી હતી જેવી કે પૂઠામાંથી બહુમાળી મકાન, કાગળની બેગ, તોરણ, ઝૂમર, ફ્લાવર પોટ અને ગિફ્ટકાર્ડ જેવી અનેક વિવિધ વગેરે જેમાંથી કેટલીક વ્યવહારિક તો કેટલીક શૈક્ષણીક ઉપયોગી હતી,જેનાથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તેવા અવનવા પ્રોજેકટ તૈયાર કરવા માટે ઉત્સાહ વધે તે માટે શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

- text

પર્યાવરણના વધતા જતા પ્રદુષણને કારણે વેસ્ટ કચરાનો પુનઃ ઉપયોગ કરી પ્રદુષણને અટકાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સ્કૂલ ના સંચાલક યાજ્ઞિકભાઈ ધમાસણાએ બધા બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

- text