રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર માટે મોરબી જિલ્લાના ચાર શિક્ષકોની પસંદગી

- text


મોરબી : તાજેતરમાં ટંકારા ખાતે યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર મોરબી જિલ્લાના ત્રણ પ્રાથમિક શાળાના અને એક માધ્યમિક શાળાના શિક્ષકની રાજયકક્ષાના ઇનોવેશન ફેર માટે પસંદગી કરવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર તાજેતરમાં ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના ઇનોવેટિવ શિક્ષકોએ ભાગ લઈ પોતાનું ઇનોવેશન રજુ કર્યું હતું. આમ આ જિલ્લા કક્ષાએ યોજાયેલા એજ્યુકેશન ઇનોવેશન ફેર માંથી આગામી રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે કુલ ૪ શિક્ષકોની પસંદગી થઈ છે જેમાં પ્રાથમિક વિભાગમાંથી માળિયા (મીં.) તાલુકાની રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરારના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા, વાંકાનેર તાલુકાની નવા મકનસર પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પાંચોટીયા તેમજ ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળાના શિક્ષક પરેશભાઈ સદાતીયાની પસંદગી થઇ છે તો સાથે માધ્યમિક વિભાગમાંથી વી.સી. ટેક. હાઇસ્કુલના શિક્ષક અમિતભાઇ તન્નાની પણ પસંદગી થઈ છે.

આ ચારેય શિક્ષકો આગામી રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું ગૌરવ વધારશે.

 

- text