મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ તથા ઓસેમ સ્કુલમા ટ્રાફીક સપ્તાહ ની ઉજવણી

- text


વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી અવગત કરાવતા ટ્રાફિક પોલીસ અને આરટીઓ અધિકારીઓ

મોરબી : ટ્રાફીક સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ તથા ઓસેમ સ્કુલમા મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ તથા મોરબી આર.ટી.ઓ.ના સહયોગ થી ટ્રાફીક સપ્તાહની ઉજવણી કરવામા આવી હતી. જેમા બહોળી સંખ્યામા કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ કોલેજ અને ઓસેમ સ્કૂલ ખાતે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જીલ્લા ટ્રાફીક પી.આઈ. એસ.એલ. દાફડા સાહેબ, જયપાલસિંહ ઝાલા, મેહુલભાઈ તેમજ મોરબી આર.ટી.ઓ.ઈન્સપેક્ટર આર.એ.જાદવ, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટી એન.એચ. જેઠવા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, સનાબેન કાઝી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના હાર્દીકભાઈ ઉદાણી, શિવમભાઈ જાની, વિમલભાઈ વરસાણી, હસમુખભાઈ કોરાટ, નિરવભાઈ ગઢવી, સુનિલભાઈ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનુ સંચાલન નિર્મિત કક્કડ દ્વારા કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ને ટ્રાફીક અંગે સમજ તેમજ જાગૃતિ કેળવવા માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ તેમજ પ્રોજેક્ટર દ્વારા નિદર્શન બતાવવા મા આવ્યુ હતુ.

- text