ટંકારાના હરબાટીયાળી ગામે ખરાવાડમાં બનશે સમાજની વાડી

- text


વડવાઓની ખરાવાડ ખરા કામ માટે ઉપયોગમાં લેવા ગામ સમસ્ત દ્વારા શ્રમયજ્ઞ

ટંકારા : ટંકારા તાલુકાના હરબાટીયાળી ગામે વર્ષો જૂની વડવાઓ વખતની ખરા વાડમાં સમાજને ઉપયોગી થાય તેવી સમાજ વાડી બનવવા નક્કી કરી સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રમયજ્ઞ શરૂ કરાયો છે.

હરબાટીયાળી ગામે વર્ષો પહેલા અનાજના ખરા કરવા માટે ઉપયોગમાં લેવાતી ૩ એકર જેટલી જમીન બિનઉપયોગી પડી હોય ગામના યુવાનો, વયોવૃદ્ધ વડીલો અને પંચાયત દ્વારા આ જગ્યાનો સદુપયોગ કરવા નક્કી કરી અહીં વિશાળ સમાજવાડી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા નક્કી કરાયું હતું.

- text

આ માટે ગામના યુવાનો દ્વારા પોતપોતાના ખેત ઓજાર લઇ જગ્યાને સમથળ બનાવી ચોખી ચણાખ બનવી દેવામાં આવી છે, ગ્રામજનો દ્વારા અહીં એક સાથે ચાર કન્યાઓના પ્રસંગ આયોજન થઈ શકે તેવી સુવિધા બનાવવા નક્કી કરાયું છે.

હાલમાં ગામના યુવાનો વડીલો સહિત તમામ લોકો શ્રમયજ્ઞ કરી આ જગ્યાને ખરા અર્થમાં સમાજને ઉપયોગી થઈ શકે તેવો પ્રોજેકટ હાથ ધરવામાં આવતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

- text