શિષ્યવૃતિ પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમક્રમે આવતો નવી પીપળી શાળાનો વિદ્યાર્થી

- text


રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ૨૦૦ માંથી ૧૭૬ માર્ક્સ સાથે પ્રથમક્રમે

મોરબી : તાજેતરમાં રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ શિષ્યવૃતિ પરીક્ષામાં મોરબી તાલુકાની નવી પીપળી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો.

દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી બાળકોને શિષ્યવૃતિ માટે રાજ્યબોર્ડ મારફતે પરીક્ષા લે છે જેમા આ વર્ષે નવી પીપળી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતો રચિત શક્તિભાઈ કૈલા ૨૦૦ ગુણમાંથી ૧૭૬ ગુણ મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમક્રમે ઉત્તીર્ણ થઇ શાળાનું ગૌરવ વધાર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫ માં લેવાયેલ શિષ્યવૃતિ પરીક્ષામાં પણ નવી પીપળી શાળાના વિદ્યાર્થી શિવમ રાજેશભાઇ ઘેટિયા ૨૦૦ માંથી ૧૭૯ ગુણ મેળવી સમગ્ર મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમે આવ્યો હતો.

વિદ્યાર્થીઓની આવી અનેરી સીધી માટે શાળાના આચાર્ય રંગપરિયા મહાદેવભાઈ, શિક્ષક કુંદનબેન ભોરણીયા અને હીનાબેન ભોરણીયા દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ સિદ્ધિ બદલ શાળાના વિદ્યાર્થી કૈલા રાચીતને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text