હળવદ મામલતદાર કચેરી ખાતે આગામી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ

- text


સ્થાનિક સ્વરાજ્યની ચુટણી યોજાનાર છે ત્યારે મતદાન બુથના સંવેદનશીલ વિસ્તારમાં શાંતિપૂર્ણ ચૂંટણી અર્થે મોરબી જિલ્લા મદદનીશ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

રાજયમાં આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને અતિ સંવેદનશીલ ગણાતા બુથ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે સંદર્ભે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મોરબી જિલ્લા મદદનીશ કલેક્ટરની અધ્યક્ષતામા બેઠક યોજાઈ હતી. જેમાં હળવદ મામલતદાર, જીલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ હળવદ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આગામી માસમાં નગર પાલિકાની ચુટણી યોજાનાર છે ત્યારે હળવદ મતદાન બુથના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મોરબી જિલ્લાના મદદનીશ કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષીને બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે મહત્વના મુદ્દા પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. તદુપરાંત આ બેઠકમાં મદદનીશ કલેકટર એ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે તમામ મતદાન બુથ કેન્દ્ર પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તો સાથોસાથ સંવેદનશીલ બુથો પર અનિચ્છનીય બનાવ ન બને તેની તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં હળવદ મામલતદાર પી.એમ. મકવાણા, જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ જાકાસણીયા, જિલ્લા પંચાયત સમિતિના ધર્મેન્દ્ર એરવડીયા, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ હળવદ પીઆઈ બી.ટી. વાઢિયા સહિત અધિકારીઓ તેમજ પદઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text