મોરબી અને હળવદમાંં વિશ્વકર્મા જ્યંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી

- text


હળવદ : વિશ્વમાં શિલ્પ અને વાસ્તુના દેવ મનાય છે પ્રાચીન શાશ્ત્રોમા વિમાન વિધ્યા, યંત્ર નિર્માણ,નાવવિદ્યા પુલ,જળાશયો આ સંપૂર્ણ વિશ્વકર્મા ની ઓળખ છે ખેડુત, સુથાર, લુહાર વગેરેના ઓજારો વિશ્વકર્મા દ્વારા નિર્મિત થયાં છે. તેથીજ વિશ્વકર્મા દેવની ઉજવણી કરવામાં આવી હતી. જેેેેમાં મોરબી અને હળવદમાં ધામધુમથી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

હળવદ શહેરમાં ગુર્જર સુથાર દ્વારા ગોલેશ્વર મંદિરમાંં ભગવાન વિશ્વકર્માની પ્રતિમાની પુજા, મહાઆરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. તો સાથોસાથ વિશ્વકર્મા દેવના ભજન ગાવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુર્જર સુથારના અગ્રણી જનકભાઈ ધોરીયા, જગદીશ વલોડીયા, દિનેશભાઇ સુરાણીયા, ગજ્જર વ્રજલાલ, હસુભાઈ ગજ્જર વગેરે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે લુહાર સુથારની વાડીમાંં ભગવાન વિશ્વકર્મા દેવના પુજન બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

- text

આ શોભાયાત્રામાં ભાઈઓ અને બહેનો દ્વારા ધુન, ભજન તેમજ રાસગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માટે લુહાર સુથારના અગ્રણી ભરતભાઈ કવૈયા, અંબારામભાઇ રાઠોડ, રતિલાલભાઈ કવૈયા, રાજુભાઈ પિત્રોડાએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text