માળિયા મીયાણા તાલુકામાં પોલિયો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

માળિયા : તાલુકા હેલ્થ ઓફિસ માળીયા મી. દ્વારા સઘન પ્લસ પોલિયો કાર્યક્રમ નો પ્રથમ રાઉન્ડ રવિવાર ના રોજ શરૂઆત કરવામાં આવી. જેમાં રવિવારે પહેલા દિવસે 58 બૂથ રાખવામાં આવેલ. તાલુકાના 10135 બાળકો ને ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ના નેજા હેઠળ કુલ 138 ટીમો અને 38 મોબાઇલ ટીમો દ્વારા તારીખ 29 અને 30 જાન્યુઆરી એમ બે દિવસ ઘરે ઘરે મુલાકાત કરી બાકી રહેલા બાળકો ને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. માળીયા મી. તાલુકા શાળા ના બૂથ નું ઉધઘાટન નગરપાલિકા પ્રમુખ અબ્દુલ હુસેનભાઇ મોવર ના હસ્તે કરવામાં આવ્યું. તથા પ્રા.આ. કેન્દ્ર સરવડ કક્ષા એ ધનજીભાઇ દેવજીભાઇ સરડવા કારોબારી ચેરમેન તાલુકા પંચાયત માળીયા મી. ના હસ્તે કરવામાં આવ્યું. આ ઉપરાંત પોલીયો કાર્યક્રમ નો બીજો રાઉન્ડ તારીખ 11 માર્ચ ના રોજ યોજાશે. આથી એ રાઉન્ડ દરમિયાન 0 થી 5 વર્ષ ના તમામ બાળકોને પોલિયો સામે રક્ષણ આપવા માટે નજીકના પોલિયો બૂથમાં ટીપાં પીવડાવવા.. તાલુકા હેલ્થ ઓફિસ માળીયા મી દ્વારા તમામ વાલીઓ ને નમ્ર અપીલ કરવામાં આવેલ હતી.