શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી બદલ મોરબી જિલ્લાને ત્રણ – ત્રણ એવોર્ડ

- text


જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, એસ.પી. જયપાલસિંહ રાઠોડ અને ટંકારા ચૂંટણી અધિકારી ચેતન ગણાત્રાને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ

મોરબી : વિધાનસભા ચૂંટણી – ૨૦૧૭ માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મોરબી જિલ્લાને એવોર્ડની હેટ્રિક મળી છે, જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને ટંકારા ચૂંટણી અધિકારી ચેતન ગણાત્રાની શ્રેષ્ઠ એવોર્ડ માટે પસંદગી થઈ છે જેઓને આવતીકાલે રાજ્યપાલના હસ્તે એવોર્ડ આપવમાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી – ૨૦૧૭ અન્વયે નમૂનેદાર અને શ્રેષ્ઠ કામગીરી બદલ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે વડોદરા, અમદાવાદ અને મોરબી જિલ્લા કલેકટરની પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા સ્વાઈપની ઉત્તમ કામગીરી કરી જનજાગૃતિ લાવવા ઉપરાંત મતદાર જાગૃતિ થકી ઊંચું મતદાન અને મતદાર યાદીની સારી કામગીરી બદલ એવોર્ડ માટે પસંદગી થઈ છે.

- text

એ જ રીતે મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા ચૂંટણી ખર્ચ અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા બદલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

ઉપરાંત મોરબી જિલ્લામાં ૬૬ – ટંકારા પડધરી વિધાનસભા મતવિસ્તારમાં નમૂનેદાર કામગીરી કરનાર ચૂંટણી અધિકારી તરીકે ચેતન ગણાત્રાને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આવતીકાલે ગાંધીનગર ખાતે ત્રણેય અધિકારીઓને રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે.

 

- text