મેરૂપર ગામે ભેંસનું વિચિત્ર બચ્ચું અવતરતા અચરજ: લોકોના ટોળા એકત્રિત થયા

- text


વિધિના વિધાતાનો પશુ જીવ પર થપાટ : બે માથા અને આઠ પગ સાથે મૃત બચ્ચું જન્મ્યું

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે એક ખેડુતના ઘરમાં ભેંસે એક વિચિત્ર મૃત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ અચરજ ઘટનામાં બે માથા અને આઠ પગ વાળુ મૃત બચ્ચુ (પાડી) જન્મી હતી અને આ સમાચાર ગામના લોકોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં મૃત બચ્ચાને જોવા માટે દોડી ગયા હતા.

હળવદ પંથકના મેરૂપર ગામના ખેડુત કરશનભાઈ ટપુભાઈ રાજપુત જેમની ભેસને એક વિચિત્ર પાડુ મૃત જનમ્યુ જે કોઇ સામાન્ય પશુ જેવું નહી પરંતુ તેને બે માથા આઠ પગ સાથે મૃત અવસ્થામાં બચ્ચાને જન્મ આપ્યો હતો. આ અચરજ ભરેલી ઘટનાથી લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ.

- text

મેરૂપર ગામે ગત મોડીરાતના અરસામાં વિધિના વિધાતાનો પશુ જીવ પર થપાટ પડયો હોય તેમ આ અચરજભરી ઘટનામાં બે માથા અને આઠ પગ સાથે મૃત બચ્ચું જન્મ્યું હતુ. આ મૃત પાડીને ગર્ભમાંથી બહાર કાઢવા માટે રાત્રીના ૧૦ થી ૩ વાગ્યા જેટલો સમય લાગ્યો હતો.

પંથકના નાના એવા ગામ મેરૂપરમાં આ બનાવ બનતા વશરામ ભાઈ રબારી રહે.કવાડીયા, માલાભાઈ રબારી, રામાભાઇ રબારી, સુરેશભાઈ રબારી, કારૂભાઈ રબારી, નવઘણભાઈ રબારી, કરશનભાઈ રબારી, જગદીશભાઈ આલ સહિતનાઓએ એક કલાકથી વધુ મહામહેનતે મૃત બચ્ચાને ગર્ભમાંથી બહાર કાઢી ભેંસને બચાવી લેવામાં સફળતા મેળવી હતી.

 

- text