બબ્બે વર્ષથી ટંકારામાં પંચાયતી ચૂંટણીના મહેનતાણા ન ચૂકવતા રોષ

- text


રાજ્ય ચૂંટણી કમિશનરનો આદેશ છતાં આર.ઓ., એ.આર.ઓ.ના પગાર ન ચૂકવાયા

ટંકારા : ટંકારા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પત્યાને બબ્બે વર્ષ વીતવા છતાં આર.ઓ. અને એ.આર.ઓને મહેનતાણા ન ચૂકવતા કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકામાં વર્ષ ૨૦૧૬ માં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ ૧૦ આર.ઓ. અને એ.આર.ઓને મહેનતાણાંની રકમના ચૂકવણા કરવામાં ન આવતા જે તે સમયે રજુઆત કરાતા ચૂંટણી પંચ દ્વારા તાકીદે ચુકવણા કરવા આદેશ છૂટ્યા હતા જેને પણ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી નાણા ચૂકવાયા નથી.

- text

જો કે આશ્ચર્ય તો એ વાત નું છે કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના ચૂકવણા થઈ ગયા છે પરંતુ બે વર્ષ પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ચુકવણામાં ગ્રાન્ટ ન હોવાના બહાના બતાવવામાં આવી રહ્યા છે.

- text