મોરબી લુહાર જ્ઞાતિ દ્વારા ગોલ્ડન જ્યુબિલી નિમીતે અનેકવિધ કાર્યક્રમો

- text


જ્ઞાતિના સંગઠનને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થી સન્માન સહિતના કાર્યક્રમો

મોરબી : મોરબી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિના સંગઠનને ૫૦ વર્ષ પૂર્ણ થતાં જ્ઞાતિજનો દ્વારા ગોલ્ડન જ્યુબિલી ઉત્સવનું આયોજન કરી રક્તદાન કેમ્પ, વિદ્યાર્થી સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ સંહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

- text

આગામી તા.૨૬ ના રોજ મોરબી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિના સંગઠન, બોર્ડિંગ અને ભોજનશાળાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સનાળા રોડ લુહાર જ્ઞાતિની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. વધુમાં આ જ દિવસે બપોરે ૩ થી ૭ દરમિયાન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાશે. જ્યારે સાંજે જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોવાનું લુહાર જ્ઞાતિ સંગઠનની યાદીમાં જણાવાયું છે.

- text