મચ્છુ-૨ ડેમના પુલનું અધૂરું કામ પૂર્ણ કરવા ધારાસભ્યની રજુઆત

- text


મચ્છુ – ૨ પુલના બન્ને છેડે કામ પૂરું ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જવા માટે સૌથી વધુ ઉપયોગી મચ્છુ -૨ યોજનાના પુલનું કામ અધૂરું છોડી દેવાતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સચિવને રજુઆત કરી તાકીદે પુલનું કામ પુર્ણ કરવા માંગ ઉઠાવી છે.

મોરબીના રફાળેશ્વર, જોધપર, લાલપર સહિતના ઔધોગિક વિસ્તારને જોડતા મચ્છુ નદી પરના મચ્છુ -૨ પુલનું કામ વર્ષોથી અધૂરું છોડી દેવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને આ પુલના બંને છેડાના ભાગે રોડ બનાવવામાં ન આવતા નાના મોટા વાહનોને અકસ્માતનો ભય રહેલો છે તેમજ પુલમાં માટીકામ યોગ્ય રીતે ન થયું હોય નીચેના કોઝવે પરથી પસાર થવામાં પણ વાહનચાલકોને મુશ્કેલી પડે છે.

- text

આ સંજોગોમાં તાકીદે મચ્છુ -૨ ડેમ ના આ પુલના બંને છેડાના કામ પૂર્ણ કરવા માર્ગ મકાન વિભાગના સચિવને રજુઆત કરવામાં આવી છે.

- text