ગાઢ ધુમ્મસને કારણે ટંકારા નજીક આઇસર બોલેરો વચ્ચે અકસ્માત : ચાર ને ઇજા

- text

આઇસર ચાલકનો પગ કપાયો : બોલેરોમાં સવાર બે મુસાફર અને ડ્રાઇવરને ઇજા

મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર આજે છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે સવારે આઠેક વાગ્યાના અરસામાં બોલેરો જીપ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચારને ઇજા પહોંચી હતી અને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ટંકારા હાઇવે પર ખોડિયાર આશ્રમ નજીક રાજકોટ તરફથી આવતા આઇસર ટ્રક નંબર જીજે ૩ એટી ૩૨૧ અને મોરબી તરફથી જતી બોલેરો જીપ નંબર જીજે ૩ બીટી ૮૭૮૯ વચ્ચે ગાઢ ધુમ્મસને કારણે જોરદાર અકસ્માત સર્જાતા રાજકોટના આઇસર ચાલક મનોજ રબારી રે.ગાંધીગ્રામ રાજકોટ ગાડીમાં ફસાઈ ગયો હતો અને પગ કપાઈ ગયો હતો.

જ્યારે મોરબીના બોલેરો ચાલક ભલા ભરવાડ રે.ધરમપુર મોરબી વાળાને માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી અને બોલેરોમાં મિતાણા જવા માટે બેઠેલા લાદી ઘસવાના કારીગર છોટુ કંચનસિંહ માહોર અને તેના સગા ભાઈ રાજેશ માહોર તથા મનોજ કાનાભાઇ ધોળકિયા ને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ રાજકોટ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અકસ્માતને કારણે રાજકોટ મોરબી હાઇવે પર બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો અને ૧૦૮ ને પણ અકસ્માત સ્થળે પહોંચવામાં મુશ્કેલી નડતા ૧૦૦ નંબરની મદદ લેવી પડી હતી જો કે પોલીસ પણ ટ્રાફિક માં ફસાઈ જતા ૧૦૮ને બે ફેરા કરવા પડ્યા હતા.