ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિરે મકરસંક્રાંતિના પર્વમાં અનેરૂ મહત્વ

- text


સુખી સંપન બ્રાહ્મણો પણ શાનીના પ્રસાદનુ અદકેરૂ મહત્વ સમજીને હાથમાં પાત્ર પકડીને પ્રસાદ સ્વિકારે છે

ટંકારા શહેરની મધ્યે બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પુજાતા લક્ષ્મીનારાયણ મંદિરે પાંચ સૈકાથી ચાલતી વડવાઑઍ પ્રસ્થાપિત કરેલી પરંપરા મકરસંક઼્રાંતિ ઍ બ્રાહ્મણો, સાધુઑને તલની શાની દાન આપવાની પરંપરા આજેપણ નિભાવાય છે.  સુખીસંપન બ્રાહ્મણો પણ શાનીના પ્રસાદનુ અદકેરૂ મહત્વ સમજી ને હાથમાં પાત્ર પકડી ને પ્રસાદ સ્વિકારે છે.
ટંકારા શહેરની મધ્યે બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પુજાતા જગ વિખ્યાત  લક્ષ્મિનારાયણ ભગવાન નુ મંદિર આવેલુ છે. મંદિર પરિસરમાં ૫૦૦ જેટલા વષઁ પૂવેઁ આસ્થાળુ લોકો દ્વારા મકરસંક્રાંતિ પવઁ ના મહત્વ ને ધ્યાન માં રાખી સંક્રાંત પૂવેઁ ખેડુતો, શ્રીમંતો પાસેથી  તલ, ગોળ ઉઘરાવી તલ પિલાવીને ગોળ ભેળવી પોતાના હાથે તલની શાની તૈયાર કરી મકરસંક્રાંતિના દિવસે શહેર ના બ્રાહ્મણો, સાધુઑને દાન આપવાની પરંપરા શરૂ કરી હતી. જે આજેપણ પાંચસૈકા પછી પણ ભાવિકોઍ પરંપરા બરકરાર રાખી છે. હાલમા મંદિરના ટ્રસ્ટીમંડળ દ્વારા તલ, ગોળ નો ખચઁ ઉઠાવવામાં આવે છે. આ વખતે પણ વડીલોપાજીઁત પૌરાણિક દાનની પરંપરા મુજબ શાની નુ દાન સવારે કરવામાં આવશે .જેમા શહેરભરમાં વસતા અને શહેર છોડીને કામ ધંધાથેઁ અન્ય શહેરમાં સ્થાયી થયેલા સાધુ અને બ્રાહ્મ પરીવારો આજે પણ ઈશુ ના નૂતન વષઁ ના પ઼્રારંભે હિંદુસમાજ ના પ્રથમ પવઁ ગણાતા મકરસંક્રાંતિ ઍ શાની ના પ્રસાદ નુ અદકેરૂ મહત્વ સમજી ને વહેલી સવાર થી હાથ માં દાનપાત્ર પકડી ને પ્રસાદરૂપે શાની સ્વિકારે છે.આ દાન આપવા અને સ્વિકારવા ની પરંપરા માં દાન આપનારા યજમાનો સંક્રાંતે તલ ના દાન ને વિશેષ માને છે.જયારે ભુદેવો,સાધુઑ તલ ના દાન ને મહાપ્રસાદ સમજે છે.જેમા સ્વિકારનારા સુખીસંપન હોય તો પણ કતાર માં રહી ને દાનપાત્ર માં તલ નો સ્વિકાર કરે છે.

- text

યજમાનો ના દાન નો સ્વિકાર કરવો જ પડે: પ્રમુખ બ્રહ્મસમાજ

લગભગ પાંચ સદી થી ચાલતી પરંપરા મુજબ યજમાનો દ્વારા તલ ના દાન ને શ્રેષ્ઠ માની ને ગોળ ભેળવી ભુદેવો ને શાની તૈયાર કરી દાન અપાય છે.જે અંગે બ્રહ્મસમાજ ના પ્રમુખ હષઁદભાઈ ત્રિવેદી ના જણાવ્યા પ઼માણે યજમાનો હરખ થી સ્વૈચ્છાઍ પ્રાચીન પરંપરા ઉજવી ને પૌરાણિક રસમ જીવંત રાખવા મથતા હોય ત્યારે દાન સ્વિકારવા ની અમારી ફરજ છે.દાન નો સ્વિકાર કરવો ઍ અમારો ધમઁ છે.જે અમે નિભાવવા બંધાયેલા છીઍ.

- text