નેશનલ ઇલેક્શન કવીઝમાં મેદાન મારતી વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓ

- text


મોરબી : તાજતેરમાં યોજાયેલ નેશનલ ઇલેક્શન કવીઝ કોમ્પિટિશનમાં વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓએ મેદાન મારી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

નેશનલ ઈલેક્શન કવિઝ અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવીને ગાંધીનગર ખાતે આજ રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિધાલય, વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓ ( 1) મહેતા ખુશી દીપેશભાઈ અને (2) બાદી સજેદાબાનુ અલીમામદભાઈએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ફાઇનલ રાઉન્ડમાં અનુકમે ચોથા અને પાંચમા ક્રમાંકે પહોંચી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઈ.કે.પટેલ, પ્રાંત અધિકારી જિજ્ઞાષાબેન ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે અને સ્વીપના મદદનીશ નોડલ અધિકારી પી. વી. રાઠોડે બન્ને વિદ્યાર્થીનીઓ તથા શાળા ના આચાર્યા દર્શનાબેન જાનીને અભિનંદન પાઠવ્યા છે.

- text