મોરબીમાં અન્નપૂર્ણા યોજનાના લાભથી અનેક વંચિત

- text


તાલુકા સેવા સદનમાં અન્નપૂર્ણા યોજનાના ફોર્મના થપ્પા પરંતુ લાભાર્થીને અપાતા નથી

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવતા ચ લાભાર્થીઓ લાભથી વંચિત રહી ગયા છે એ મામલે સામાજિક કાર્યકરે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી સત્વરે અન્નપૂર્ણા યોજના પુનઃ શરૂ કરવા મંગ ઉઠાવી છે.

મોરબીમાં ધણી ધોરી વગરના પુરવઠા તંત્રના પાપે અન્નપૂર્ણા યોજના ચાલુ થયા બાદ અચાનક જ બંધ કરી દેવામાં આવી છે અને બાદમાં ચૂંટણી આચાર સંહિતાના ગ્રહણને કારણે આ યોજનાના લાભથી અને ક લોકો વંચિત રહેતા સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ જિલ્લા કાકેકટરને લેખિત રજુઆત કરી અન્નપૂર્ણા યોજનાના ખરા લાભાર્થીઓને લાભ આપવા રજુઆત કરી છે.

- text

દરમિયાન અન્નપૂર્ણા યોજનાના અસંખ્ય ફોર્મ હાલમાં તાલુકા સેવા સદનમાં મોજુદ હોવા છતાં ફોર્મ અપાતા નથી ઉપરાંત પુરવઠા કચેરીમાં પૂરતો સ્ટાફ નહોય લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા પણ રજુઆત કરવામાં આવી છે.

દરમિયાન સામાજિક કાર્યકર રાજુભાઇ દવે એ રેશનકાર્ડ ધારકોને ફિંગરપ્રિન્ટમાં પડતી તકલીફ અને ફૂડ કૂપનના ખિતા ખટચ બંધ કરાવવા પણ મંગ ઉઠાવી હતી.

- text