મોરબીના રફાળેશ્વરમાંથી રહેણાંક મકાનમાંથી ૧૭ પેટી દારૂ ઝડપાયો

- text


૩૧ મી ડિસેમ્બરે શોખીનોને દારૂ પૂરો પાડે તે પહેલાં જ પોલીસે રેડ પાડી : ૨ ઝડપાયા

મોરબી : ૩૧ મી ડિસેમ્બર નજીક આવતા જ શરાબ શબાબની પાર્ટીઓની મોસમ ખીલવાની હોય બુટલેગરો સક્રિય થયા છે ત્યારે મોરબી પોલીસે રફાળેશ્વરના રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૭ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો પાડીન ૨૦૪ નંગ એટલે કે ૧૭ પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે મકાન માલિક સહીત બેને દબોચી લીધા હતા.

મોરબીના રફાળેશ્વર ગામ પાનેલી રોડ મચ્છુનગર ખાતે રહેતા લક્ષ્મીકાંત કુબેરદાસ પરમારના મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ સહીતની ટીમે દરોડો પાડતા ઘરમાંથી ૨૦૪ બોટલ વિદેશી દારૂ જેની કીમત રૂપિયા ૬૧,૨૦૦ મળી આવતા તાલુકા પોલીસની ટીમે દારૂનો જથ્થો ઝડપી લઈને આરોપી મકાનમાલિક લક્ષ્મીકાંત કુબેરદાસ પરમાર (ઉ.વ.૫૦) અને અનીલ બચું સોલંકી (ઉ.વ.૩૦) રહે. બંને રફાળેશ્વર વાળાને ઝડપી લીધા હતા.

- text

જયારે અન્ય આરોપી મુન્ના વાલાભાઈ ભરવાડ રહે. ખડીયાવાસ લીલાપર રોડ મોરબી વાળાનું નામ ખુલતા તમામ વિરુદ્ધ દારૂબંધીના કાયદાની કલમ ૬૫ (ઈ) મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપીઓને દબોચી લેવા પીએસઆઈ એસ.એ.ગોહીલે ચક્રો ગતિમાન કર્યા છે.

- text