મોરબી : નવયુગ સંકુલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો

મોરબી : મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલના આંગણે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા જુદી-જુદી ૧૫ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર(મોરબી) ના ક્રિડાગણ માં તા.૨૨ અને ૨૩ બે દિવસીય નવયુગ સ્પોર્ટ્સ ટેલેન્ટ રમતોત્સવ – ૨૦૧૭ નુ આયોજન કરાયું હતું જેમાં મશાલરેલી તેમજ વિવિધ ગેમ્સ, એથ્લેટીક્સ, રીલેરમતો જેવી પંદરથી વધુ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેદિવસિય રમતોત્સવમાં શાળા સંકુલના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ રમતોત્સવ ને સફળ બનાવવા માટે વ્યાયામ શિક્ષક પરમાર શૈલેશભાઇ તેમજ નવયુગ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી અને આવા ઉત્કૃષ્ઠ કાર્ય બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાજીયા એ ખેલાડીઓને તેમજ સવૅ ને અભિનંદન પાઠવ્યા હતા.